ટેલિવિઝન ક્ષેત્રે એવી ઘણી સ્ટાર્સ છે જેઓ એક સમયે દરેક ઘરમાં રાજ કરતા હતા. એટલે કે તેઓ શૉ થકી દરેક લોકોના ઘરમાં જાણીતા હતા. આજે આવા ફેમસ સ્ટાર્સ ટેલિવિઝન ક્ષેત્રે જોવા નથી મળતા, કારણ કે તેઓએ એક્ટિંગની દુનિયાની અલવિદા કહીને કંઇક નવી જ લાઇન પકડી લીધી છે. જેમાંથી ઘણાએ સફળતાના શિખરો સર કર્યા છે. તેમાંથી એક નામ એટલે આશ્કા ગોરાડીયા.


અભિનયને કહ્યું અલવિદા 

આશ્કાએ 'અચાનક 37 સાલ બાદ' શોથી ટીવીમાં એન્ટ્રી લીધી તે બાદ તેણે ભાભી, તુમ બિન જાઓ કહા વગેરે જેવા શોમાં કામ કર્યુ. એકતા કપૂરનો ફેમસ શો કુસુમમાં પણ તેણે અભિયન કર્યો. ત્યારબાદ સાસ ભી કભી બહુ થી, સિંદૂર તેરે નામકા વગેરે જેવી ટીવી સિરિયલમાં ભાગ લીધો. તેણે આ ઉપરાંત ખતરો કે ખેલાડી, નચ બલિયે તથા ઝલક દિખલાજા જેવા રિયાલીટી શોમાં પણ જોવા મળી. પરંતુ વર્ષ 2021માં તેણે અભિનયની દુનિયાને અલવિદા કહી દીધી અને તેણે પોતાની કોસ્મેટિક્સ કંપની લોન્ચ કરી. જે છે રેની.

ક્યારે શરૂ કર્યુ સ્ટાર્ટઅપ ? 

અભિનય છોડવાના એક વર્ષ પહેલા એટલે કે 2018માં આશ્કાએ રેની કોસ્મેટિક્સ લોન્ચ કરી. જો કે તે વખતે તેની સાથે Beardo કંપનીના પ્રિયંક શાહ અને આશુતોષ વાલાનો સાથ પણ હતો. આ કંપની શરૂ કરવા પાછળ આશ્કાનું માનવુ છે કે અભિનય ક્ષેત્રમાં રહીને તેને મેકઅપ વિશે ઊંડાણમાં સમજ મળી. તેનું માનવું છે કે મેકઅપ વ્યક્તિને બદલી શકે છે. આ જુસ્સાથી જ મેં RENÉE બ્રાન્ડ શરૂ કરી હતી. ધીરે ધીરે  મોટી મોટી બ્રાન્ડ જેવી કે Lakmé, Maybelline, MyGlamm, Sugarને ટક્કર આપી.

ક્યાં રહે છે આશ્કા ? 

મળતી માહિતી મુજબ આશ્કા ગોરડિયા 16 વર્ષે જ મુંબઇ આવી હતી અને તેણે 23 વર્ષની ઉંમરે પોતાનું ઘર ખરીદ્યુ હતું, આશ્કાએ અમેરિકન બોય ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. તેઓ 2019માં ગોવામાં શફ્ટ થાય. તેનો પતિ બ્રેન્ટ ત્યાં યોગ સ્ટુડિયો ચલાવે છે. તેને એક પુત્ર પણ છે. તેઓ પરિવાર સાથે ગોવામાં રહે છે.

  • Follow us on: