આજકાલ જ્યાં મોટા ભાગના યુવાનો પાસે કોઇ નિશ્ચિત લક્ષ્ય નથી. ત્યાં માત્ર 22 વર્ષનો એક યુવાન એક એવા લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે કે તે જાણીને સૌ કોઇ અચંબિત પામી જશે. જી હાં અહિંયા વાત થઇ રહી છે એ 22 વર્ષના યુવાનની જેણે 41 કરોડ ભેગા કરવાનુ એક લક્ષ્ય રાખ્યુ છે. આવો જાણીએ આ નવ યુવાન છે કોણ અને તેણે આ લક્ષ્ય કેમ રાખ્યુ છે ?
Googleમાં સોફ્ટવેર એન્જીનિયર તરીકે કરે છે કામ
એથન ગુઓનલી અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે.હાલમાં Googleમાં સોફ્ટવેર ઈજનેર તરીકે કામ કરે છે.તેણે માસ્ટર ડિગ્રી સાથે જ નોકરી શરૂ કરી દીધી હતી. હાલ એથન વર્ષમાં લગભગ 1.60 કરોડ રૂપિયા કમાઈ રહ્યો છે.એથન પોતાની કમાણીનો 35 ટકા પગાર રોકાણમાં નાખે છે. અત્યાર સુધીમાં ફ્લોરિડા અને કેલિફોર્નિયા જેવી જગ્યા પર અંદાજે રૂ. 1.11 કરોડનું રિયલ એસ્ટેટ રોકાણ કર્યું છે. તે એકલો નહીં પરિવાર સાથે રહે છે જેથી તે ખર્ચો બચાવી શકે. દર 2 વર્ષે નવી પ્રોપર્ટી ખરીદીને પોતાનું રોકાણ પોર્ટફોલિયો મજબૂત બનાવે છે.
કરોડોની કમાણી છતાં લક્ઝરી વસ્તુઓથી રહે છે દૂર
આટલી અધધ કમાણી કરવા છતાં આ યુવાન લક્ઝરી વસ્તુઓથી દૂર રહે છે. બહારના ફુડ કે પાર્ટી તેને નથી ગમતી બને તેટલુ તે એવોઇડ કરે છે. જ્યારે પણ તે મિત્રો સાથે બહાર ફરવા જાય છે ત્યારે હાયફાય નહીં નોર્મલ બજેટમાં રહેવાનુ પસંદ કરે છે. તેના દરમહિનાના ખર્ચાની જો વાત કરીએ તો, ઘરભાડું 5 લાખ, ટ્રાવેલ 52 હજાર, ઇન્શ્યોરન્સ 27 હજાર, ભોજનનો ખર્ચ 30 હજાર અને અન્ય 50 હજાર.
આજના યુવાનો માટે છે પ્રેરણારૂપ કહાની
એથનની કહાની એ સાબિત કરે છે કે મહેનત અને વિચારશીલ ફાઇનાન્સ મેનેજમેન્ટથી યુવાન ઉંમરમાં પણ મોટા લક્ષ્યો હાંસલ કરી શકાય છે. તે આજે પોતાની આયુષ્ય નાણાકીય રીતે સુસ્થિર બનાવવા માટે સજાગ છે . જે વિશ્વભરના યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ બની શકે છે.