સુઝલોન એનર્જીના શેર બુધવારે શેરમાર્કેટમાં ફોક્સમાં રહ્યા છે અને તેમાં તેજી જોવા મળી છે. કંપનીમાં એક મોટો ફેરફાર કરવાના કારણે આ તેજી જોવા મળી છે. આજે સુઝલોન એનર્જીના શેર 4 ટકા વધીને 58.78 રૂપિયા પર પહોંચ્યો છે. કંપનીના બોર્ડે રાહુલ જૈનને 15 ડિસેમ્બરે પોતાના નવા ગ્રુપ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે, જેમને કોર્પોરેટ ફાઈનાન્સમાં લગભગ 2 દાયકાનો લાંબો અનુભવ છે.

કેટલો છે રાહુલ જૈનને અનુભવ?

સુઝલોન એનર્જી તરફથી બુધવારે એક સ્ટેટમેન્ટમાં રાહુલ જૈનને CFO પદ પર નિમણૂક કરવાની જાણકારી આપવામાં આવી છે. આ પહેલા તેમને SRFમાં 17 વર્ષ કામ કર્યું છે, જ્યાં પણ તેમણે ગ્રુપ CFO તરીકે કામ કર્યું છે. તેમને ટેક્નોલોજીનો લાભ લઈને અને નાણાકીય મેનેજમેન્ટને મજબૂત કરીને કંપનીમાં ઘણા ફેરફારની પહેલ માટે ઓળખવામાં આવે છે. સુઝલોન સીઈઓ જેપી ચાલસાનીએ કહ્યું કે તેમને અનુભવ સુઝલોનના હાઈ ગ્રોથના અવસરોનો લાભ ઉઠાવવામાં મદદગાર સાબિત થશે. કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ ગિરિશ તાંતીએ કહ્યું કે આ નિમણૂક એવા મહત્વપૂર્ણ સમય પર થઈ છે, જ્યારે કંપની ગ્રોથ અને ચેન્જના પોતાના આગામી તબક્કામાં પ્રવેશ કરી રહી છે.

કેટલા દેશમાં ફેલાયેલો છે કંપનીનો બિઝનેસ?

સુઝલોન ગ્રુપનું રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં મોટું નામ છે, તેને 17 દેશમાં વેપાર ફેલાયેલો છે. 17 દેશમાં 21 ગીગાવોટથી વધારે પવન ઊર્જાની ક્ષમતા છે. તે જર્મની, નેધરલેન્ડ, ડેનમાર્ક અને ભારતમાં ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ સેન્ટર્સ સંચાલિત કરે છે અને ગ્લોબલી લગભગ 8100થી વધારે લોકોને રોજગાર આપે છે. CFOના પદ પર પોતાની નિમણૂક પર વાત કરતા રાહુલ જૈને કહ્યું કે સુઝલોન 1995થી ભારતની પવન ઊર્જા ક્ષેત્રમાં એક વિશ્વસનીય નામ રહ્યું છે. તેમને પોતાના અનુભવથી તેના ગ્રોથને આગળ વધારવાની વાત કહી છે. હાલમાં કંપનીની માર્કેટ કેપિટલ 79,490 કરોડ રૂપિયા છે.

ડિસ્કલેમર: શેરબજારમાં રોકાણ કરતા પહેલા નાણાકીય નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી. સંદેશ ન્યુઝ કોઈ પણ પ્રકારના રોકાણ માટે પ્રોત્સાહિત કરતું નથી.