ચંદ્રશેખરન જ્યારે પોતાના હાલના કાર્યકાળના અંતિમ એટલે કે ફેબ્રુાઆરી 2017માં 65 વર્ષના થશે. તો તેમને વધુ એક કાર્યકાળની તક મળશે. આ પહેલી વાર હશે જ્યારે ટાટા ગ્રુપના કોઇ વ્યક્તિને 65 વર્ષની ઉંમર બાદ પણ ચેરમેનના રૂપમાં ચાલુ રાખવાની અનુમતિ આપી છે.

ટાટા જૂથે પ્રથમ વખત પોતાની નિવૃત્તિ નીતિ તોડી

ટાટા ગ્રુપ સાથે જોડાયેલી મોટી ખબર સામે આવી છે. ટાટા ટ્રસ્ટે સર્વ સમ્મતિથી ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને 2032 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ખાસ એટલા માટે છે કારણ કે ટાટા જૂથ પ્રથમ વખત પોતાની નિવૃત્તિ નીતિ તોડી રહ્યો છે, જેમાં કોઈ પણ ટોપ એક્ઝિક્યુટિવ માટે 65 વર્ષની ઉંમરની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.

એન. ચંદ્રશેખરન 2032 સુધી રહેશે ટાટા સંસના ચેરમેન

ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરન જ્યારે તેમના હાલના કાર્યકાળના અંતે, એટલે કે ફેબ્રુઆરી 2027માં 65 વર્ષના થશે, ત્યારે તેમને એક વધુ કાર્યકાળ માટે તક આપવામાં આવશે. આ રીતે તેઓ 2032 સુધી ટાટા સન્સના ચેરમેન તરીકે કાર્યરત રહેશે અને ત્યારે તેમની ઉંમર 70 વર્ષની હશે.

ટાટા ગ્રુપે પહેલીવાર નિવૃત્તિ નીતિમાં કર્યો ફેરફાર

આ પહેલીવાર છે જ્યારે ટાટા ગ્રૂપે કોઈ વ્યક્તિને 65 વર્ષની ઉંમર બાદ પણ ચેરમેન તરીકે રહેવાની મંજૂરી આપી છે. એક રિપોર્ટ પ્રમાણે, ટ્રસ્ટીઓએ આ નિર્ણયને આ વર્ષની શરૂઆતમાં જ મંજૂરી આપી દીધી હતી અને. આ નિર્ણય દ્વારા ગ્રુપે સ્પષ્ટ કરી દીધું છે કે તે લીડરશીપ કન્ટિન્યુટીને સૌથી મહત્વપૂર્ણ માનતું છે.

લીડરશિપ કન્ટિન્યુટી પર ટાટા ગ્રુપનુ ફોકસ

ચંદ્રશેખરનનો કાર્યકાળ લંબાવવાનો નિર્ણય ટાટાની લાંબા સમયની વ્યૂહરચનાનો ભાગ છે. કંપની માને છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રૂપે ઘણા મોટા સેક્ટર્સમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે અને હવે નેતૃત્વમાં સતત સ્થિરતા જાળવવી વ્યાવસાયિક વૃદ્ધિ માટે જરૂરી છે.

દરેકે સર્વ સંમતિથી આપી મંજૂરી

રસપ્રદ વાત એ છે કે ચંદ્રશેખરનના કાર્યકાળના વિસ્તરણ અંગે ટાટા ટ્રસ્ટની શુક્રવારની મીટિંગમાં કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી. એટલે કે આ નિર્ણય પહેલેથી જ લેવામાં આવ્યો હતો અને હવે ફક્ત તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે. આથી પણ સ્પષ્ટ થાય છે કે ટ્રસ્ટીઓ વચ્ચે આ મુદ્દે કોઈ મતભેદ નહોતો અને બધાએ સર્વસંમતિથી મંજૂરી આપી હતી.