સોમવારે પણ શેરબજારમાં ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. આ ઘટાડાને લીડ આઇટી સ્ટોક્સ કીર રહ્યા છે. દેશની સૌથી મોટી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસના એક સમાચારથી માર્કેટ હચમચી ગયુ છે. ટાટા સમુહની આ કંપનીએ 2 ટકા કર્મચારીઓની છટણી કરવાની વાત કહી છે જે બાદ તમામ આઇટી સ્ટોક્સ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે.


આ કંપનીઓના શેરમાં ઘટાડો 

સોમવારે ટીસીએસના શેર 1.16 ટકા ઘટીને 3980 રૂપિયા, એચસીએલના 1.15 ટકા ઘટીને 1472 રૂપિયા, વિપ્રિના 3.61 ટકા ઘટીને 250 રૂપિયા સુધી કારોબાર કરી રહ્યા છે. મિડકેપ આઇટી સ્ટોક્સમાં દબાણ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટીસીએસ 12000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહ્યું છે. જે કુલ મેનપાવરનો 2 ટકા હિસ્સો છે. જો કે હાલમાં કંપનીએ કહ્યું કે આ છટણી એઆઇને કારણે નથી થઇ રહી.

કેમ કર્મચારીઓની છટણી? 

કંપનીનુ માનીએ તો જે કર્મચારીઓને હટાવ્યા તેમની સ્કિલ કંપનીના બદલાતી જરૂરિયાતોને અનુરૂપ નથી. એક્સપર્ટનું માનવુ છે તે વૈશ્વિક વેપાર તણાવ અને ગ્રાહકો તરફથી વિવેકાધીન ખર્ચમાં ઘટાડાને કારણે આઇટી ક્ષેત્રમાં પડકારો રહેશે.

ઉલ્લેખનીય છે કે ટીસીએસના પ્રથમ ત્રિમાસિક રેવન્યુમાં 3.3 ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે આતંરરાષ્ટ્રીય વેચાણમાં 0.5 ટકાનો ઘટાડો આવ્યો. ઉપકરણ અને સોફ્ટવેર ખર્ચમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો જે વેચાણના 1.14 ટકા પર રહ્યો હતો.

વિશ્લેષકો કહે છે કે BSNL-સંબંધિત પ્રોજેક્ટ્સમાં ઘટાડાની અસર હવે નિયંત્રણમાં છે, અને કંપની પાસે માર્જિન વધારવાનો અવકાશ છે. MOFSL એ TCS પર 'બાય' રેટિંગ જાળવી રાખ્યું છે, જેની લક્ષ્ય કિંમત રૂ. 3,850 છે, જે 14 ટકા સુધીનો સંભવિત વધારો દર્શાવે છે.

હાલમાં TCS માં લગભગ 6,13,069 કર્મચારીઓ કામ કરી રહ્યા છે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ એક ભારતીય બહુરાષ્ટ્રીય સોફ્ટવેર સેવાઓ અને કન્સલ્ટિંગ કંપની છે. TCS એ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયામાં લિસ્ટેડ કંપની છે.


  • Follow us on: