Canva કંપનીએ પહેલીવાર મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. હકીકતમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પાછળ વધી રહેલા ખર્ચ અને ઓટોમેશનને કારણે કંપની કેટલાક મોટા ફેરફારો કરવા જઈ રહી છે. તેના કારણે અંદાજે 22 ટકા કર્મચારીઓને નોકરી ગુમાવવાનો વારો આવશે. આ છટણીમાં લગભગ 1,271 કર્મચારીઓની નોકરી જશે.
Canvaનાં CEO મેલની પાર્કિન્સે કર્મચારીઓને મેમો ઈ-મેઇલ મોકલ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું કે કંપની મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેમણે મેમોમાં લખ્યું કે આ નિર્ણયને કારણે કર્મચારીઓને જે મુશ્કેલી અને દુઃખનો સામનો કરવો પડશે તેના માટે તેઓ માફી માગે છે.
કંપનીના 37 દેશોમાં લગભગ 5,700 કર્મચારીઓ છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જોકે, અત્યાર સુધી કયા દેશમાં કેટલા કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે તેની માહિતી સામે આવી નથી.
Canva છટણીનો સામનો કરી રહેલા કર્મચારીઓને ફ્રી MacBook, 6 મહિનાનો પગાર અને એક વર્ષ માટે પ્રીમિયમ LinkedInની સુવિધા આપશે.
તાજેતરના દિવસોમાં ઘણી ટેક કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી છે, પરંતુ Canvaની છટણીની પ્રક્રિયા અલગ છે. કંપની નોકરી ગુમાવનારા કર્મચારીઓને ફ્રી MacBook, છ મહિનાનો પગાર અને એક વર્ષ માટે મફત LinkedIn Premiumની સુવિધા આપશે.
છટણી બાદ કર્મચારીઓને ફ્રી MacBook મળશે
સામાન્ય રીતે કોઈ કંપની કર્મચારીને નોકરીમાંથી દૂર કરે ત્યારે તેને સૅવેન્સ પેકેજ આપવામાં આવે છે. આ પેકેજમાં થોડા મહિનાનો પગાર સહિતની સુવિધાઓ હોય છે. જોકે, Canva છટણીનો સામનો કરી રહેલા કર્મચારીઓને કેટલીક વિશેષ સુવિધાઓ આપી રહી છે. તેમાં મફત MacBookનો પણ સમાવેશ થાય છે.
કંપનીના મેમો અનુસાર, છટણીનો સામનો કરનારા તમામ 1,271 કર્મચારીઓને કંપનીએ પોતાનું MacBook રાખવાની મંજૂરી આપી છે.
CEOના જણાવ્યા અનુસાર, MacBook આપવાનો હેતુ એ છે કે કર્મચારીઓ કંપની છોડ્યા પછી પણ તેમની પાસે લેપટોપ ઉપલબ્ધ રહે. તેમણે કહ્યું કે કંપની જાણે છે કે ઘણા કર્મચારીઓ પાસે પોતાનું પર્સનલ લેપટોપ હોતું નથી. જોકે, કર્મચારીઓને કયા મોડલનું MacBook આપવામાં આવશે તેની માહિતી હજુ સામે આવી નથી.
એક વર્ષ માટે મફત LinkedIn Premium
Canva દ્વારા છટણીનો ભોગ બનનારા કર્મચારીઓને મફત MacBookની સાથે એક વર્ષ માટે LinkedIn Premiumનું સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવશે. આ સુવિધાથી કર્મચારીઓ પોતાની કારકિર્દી માટે કોચિંગ મેળવી શકશે અને ઇન્ટરવ્યૂની તૈયારી પણ કરી શકશે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયામાં તેની ટેલેન્ટ એક્વિઝિશન ટીમને પણ જોડવામાં આવશે. જેથી કર્મચારીઓ પોતાના બાયોડેટા (RESUME)નું રિવ્યૂ કરાવી શકશે અને ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસ પણ કરી શકશે. આ રીતે તેમને નવી નોકરી મેળવવામાં મદદ મળશે.
Canva છટણીનો સામનો કરી રહેલા કર્મચારીઓને ફ્રી MacBook, 6 મહિનાનો પગાર અને એક વર્ષ માટે પ્રીમિયમ LinkedInની સુવિધા આપશે.
તાજેતરના દિવસોમાં ઘણી ટેક કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી છે, પરંતુ Canvaની છટણીની પ્રક્રિયા અલગ છે. કંપની નોકરી ગુમાવનારા કર્મચારીઓને ફ્રી MacBook, છ મહિનાનો પગાર અને એક વર્ષ માટે મફત LinkedIn Premiumની સુવિધા આપશે.
Canva તરફથી પગાર અને હેલ્થકેર સહિતની સુવિધાઓ મળશે
Canvaની છટણીમાં નોકરી ગુમાવનારા કર્મચારીઓને આર્થિક મદદ પણ આપવામાં આવશે. CEOએ જણાવ્યું કે અસરગ્રસ્ત કર્મચારીઓને ઓછામાં ઓછા 6 મહિનાનો પગાર મળશે. આ સાથે કાયદાકીય રીતે મળતા તમામ લાભો પણ આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સુવિધા તમામ કર્મચારીઓને મળશે, પછી ભલે તેઓ કોઈપણ દેશમાં રહેતા હોય.
Canva 'કેનવા કલેક્ટિવ ફંડ' પણ શરૂ કરી રહી છે. આ ફંડ હેઠળ છટણીથી પ્રભાવિત કર્મચારીઓને 10 હજાર અમેરિકન ડોલર (આશરે રૂ.8.9 લાખ)ની ગ્રાન્ટ આપવામાં આવશે. આ રકમની મદદથી જે કર્મચારીઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા ઇચ્છે છે તેઓ નવો વ્યવસાય શરૂ કરી શકશે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d