આપણાં દેશમાં કરદાતા હજી પણ જૂની કર વ્યવસ્થા અને નવી કર વ્યવસ્થા વચ્ચે મૂંઝવણમાં હોય તેમ લાગે છે. આજની તારીખે પણ જો કરદાતાને પૂછવામાં આવે કે કઈ કર વ્યવસ્થા તેમના માટે વધારે અનુકૂળ છે તો મોટા ભાગના લોકો જૂની કર વ્યવસ્થાને વધુ સારી માંને છે. નિષ્ણાતોના મતે આમ થવા પાછળના 8 મોટા કારણો રજૂ કરવામાં આવ્યા છે. તો આ 8 કારણો પરથી જાણીએ કે જૂની કર વ્યવસ્થા નવી કર વ્યવસ્થા કરતાં કેમ સારી છે.

રોકાણ અને કર બચત બંને એકસાથે

નિષ્ણાતોના મત મુજબ જૂની સિસ્ટમ કરદાતાઓને કર બચાવવાની તક આપે છે, પરંતુ તે સાથે સાથે તે નિયમિતપણે રોકાણ કરવા માટે પણ પ્રેરિત કરે છે. કરદાતા 80C હેઠળ PPF, ELSS, જીવન વીમા, ટ્યુશન ફી વગેરે પર 1.5 લાખ રૂપિયા સુધીની કપાત લઈ શકે છે , એટલે કે, કરદાતા બચતમાં જેટલું વધુ રોકાણ કરશે તેટલો ઓછો કર તેમને ચૂકવવો પડશે.

સ્વાસ્થ્ય અને જીવન વીમા પર મોટી રાહત

જો કરદાતાએ આરોગ્ય વીમો લીધો હોય, તો તેના પ્રીમિયમ પર પણ કપાત ઉપલબ્ધ થાય છે. કરદાતા અને તેના પરિવાર માટે 25,000 રૂપિયા સુધી અને માતાપિતા જો વરિષ્ઠ નાગરિક હોય તો તેમના માટે પણ 50,000 રૂપિયા સુધીની કપાત કરદાતા મેળવી શકે છે અને આ ઉપરાંત, 80C હેઠળ જીવન વીમા પર રાહત પણ ઉપલબ્ધ છે.

NPSમાં રોકાણ કરીને વધારાની મુક્તિ મળશે

જૂની સિસ્ટમમાં, કરદાતા NPS એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરીને 80CCD (1B) હેઠળ 50,000 રૂપિયાની વધારાની કપાત લઈ શકે છે. આ મુક્તિ મર્યાદા 80Cની મર્યાદા ઉપરાંત પણ ઉપલબ્ધ છે, જે કરદાતાની કર બચતમાં વધુ વધારો કરે છે.

HRA અને LTA દ્વારા હજારો રૂપિયાનો ટેક્સ બચાવો

જો કરદાતા ભાડાના ઘરમાં રહે છે અને તેને પગારમાં HRA મળે છે, તો તે તેનો લાભ પણ લઈ શકે છે. HRA ની મદદથી કરદાતા તેના પગારનો મોટો ભાગ ટેક્સમાંથી બચાવી શકે છે, અને આ ઉપરાંત, જો કરદાતા LTA એટલે કે લીવ ટ્રાવેલ એલાઉન્સ મળી રહ્યો છે, તો કરદાતા તેના પ્રવાસ પર ખર્ચવામાં આવેલા પૈસામાં પણ ટેક્સ છૂટ મેળવી શકે છે.

હોમ લોન દ્વારા ટેક્સ પર બચત

જો કરદાતા એ બેંક માંથી કોઈ પ્રકારની હોમ લોન લીધી હોય, તો જૂની કર પ્રણાલી મુજબ તેના પર 2 લાખ રૂપિયા સુધીની વ્યાજ કપાત પર રાહત મળે છે. આ સુવિધા EMI પણ સસ્તી બનાવે છે અને ચૂકવવાપાત્ર કરમાં પણ ઘટાડો થાય છે. આ સુવિધા નવી કર પ્રણાલીમાં ઉપલબ્ધ નથી.

શિક્ષણ, બચત અને દાન પર પણ રાહત

જો કરદાતાએ બાળકના ભવિષ્ય માટે કોઈ પરાકારની શિક્ષણ લોન લીધી હોય, તો તેના વ્યાજ પર પણ કપાત ઉપલબ્ધ છે, અને આ ઉપરાંત, બચત ખાતાના વ્યાજ પર 10,000 રૂપિયા સુધી અને વરિષ્ઠ નાગરિકો માટે 50,000 રૂપિયા સુધીની કપાત પણ ઉપલબ્ધ છે. 80G હેઠળ મુજબ જો કરદાતા કોઈ સંસ્થાને દાન આપે છે તો પણ કર છૂટ ઉપલબ્ધ છે.

ઉચ્ચ કપાત ધરાવતા લોકો માટે વધુ સારો વિકલ્પ

જો કરદાતા 80C, 80D, 80CCD, HRA, હોમ લોન વગેરે જેવી ઘણી કપાત માટે લાયક છે તો જૂની કર પ્રણાલી હેઠળ કરદાતાને ભરવા માટે કરપાત્ર આવક એટલી ઓછી હોઈ શકે છે કે કરદાતાને ખૂબ જ ઓછો અથવા કોઈ કર ચૂકવવો પડશે નહીં. આ સિસ્ટમ ખાસ કરીને મધ્યમ વર્ગ અને કામ કરતા લોકો માટે ફાયદાકારક છે.

કર બચત એક મોટું ભંડોળ બનાવશે

કરદાતા માટે દર વર્ષે થોડા હજાર કે લાખ રૂપિયાની થોડી થોડી કરીને ભેગી થયેલ કર બચત લાંબા ગાળે કરદાતા માટે એક મોટી રકમ બની શકે છે. જૂની કર વ્યવસ્થા એવા લોકોને લાભ આપે છે જેઓ સ્માર્ટ પ્લાનિંગ અને લાંબા ગાળાની વિચારસરણી સાથે રોકાણ કરે છે. કરદાતાઓ માટે આ સુવિધા નવી કર પ્રણાલીમાં ઉપલબ્ધ નથી.