દેશના સૌથી મોંઘા ઘરની જો વાત કરવામાં આવે તો સૌથી ઉપર નામ આવે છે રિલાયન્સ ગ્રુપ ચેરમેન મુકેશ અંબાણીના એન્ટીલિયા. દેશના ટોપ 10 સૌથી મોંઘા ઘરના લિસ્ટમાં તેમના ભાઇ અનિલ અંબાણીનુ ઘર એબોડ પણ સામેલ છે. જેની અનુમાનિત કિંમત આશરે 5000 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે ઇન્ડિયન બિઝનેસમેન Gautam Singhania તેનાથી મોંઘા ઘરમા રહે છે અને તેમનો બિઝનેસ દેશ-વિદેશમાં ફેલાયેલો છે.

દેશનું બીજુ સૌથી મોંઘુ ઘર છે JK House

ભારતીય ફેબ્રિક અને ફેશન રિટેલર રેમન્ડ ગ્રુપ (Raymond Group)ના ચેરમેન ગૌતમ સિંઘાનિયાનું મુંબઈ સ્થિત ઘર JK હાઉસ દેશના સૌથી મોંઘા ઘરોની યાદીમાં બીજા ક્રમે આવે છે. આ આલિશાન ઈમારત મુંબઈની અલ્ટામાઉન્ટ રોડ પર આવેલી છે, જ્યાં મુકેશ અંબાણીનું પ્રસિદ્ધ એન્ટિલિયા પણ છે.

આ ઘરની કિંમત છે 6000 કરોડ રૂપિયા

મુંબઇના પોશ વિસ્તારોમાં ઉભેલી આ ગગનચુંબી બિલ્ડિંગ JK House 145 ઉંચી છે. રિપોર્ટ્સ મુજબ, આ ભારતની બીજી સૌથી ઊંચી ખાનગી બિલ્ડિંગ છે, જેમાં કુલ 30 માળ છે. કિંમતની વાત કરીએ તો, આ ઘરનો ભાવ અંદાજે 6000 કરોડ રૂપિયા માનવામાં આવે છે, જે તેને અનિલ અંબાણીના ‘એબોડ’ ઘરથી પણ મોંઘું છે.

એકથી એક લક્ઝરી ચઢિયાતી સુવિધાઓ

ગૌતમ સિંઘાનિયાનાં આ ભવ્ય નિવાસમાં ખૂબજ પ્રીમિયમ અને લક્ઝરી સુવિધાઓ છે. ઉપરના માળ પર દરેક ફ્લોર માટે અલગ ગાર્ડન બનાવવામાં આવ્યું છે, જેમાં હરિયાળા બગીચા અને ફૂલોના વિભાગ છે. બિલ્ડિંગમાં બે સ્વિમિંગ પૂલ, હેલીપેડ, સ્પા, જિમ, અને વિવિધ મનોરંજન સાધનો છે. ઉપરનાં માળો અલગ–અલગ રેસિડેન્શિયલ ઝોનમાં વહેંચાયેલા છે જેથી પરિવારનો દરેક સભ્ય પોતાની પ્રાઈવસી સાથે રહી શકે.

5 માળ ફક્ત કાર કલેક્શન માટે!
રેમન્ડ ગ્રુપના હેડનું આ ઘર બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ રાજમહેલ જેવી ભવ્યતા ધરાવે છે. પ્રથમ 5 માળો માત્ર તેમની કાર કલેક્શન માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે.રિપોર્ટ્સ મુજબ ગૌતમ સિંઘાનિયા પાસે એવી કારો છે જેમ કે,Lamborghini Gallardo LP570 Superleggera, Lotus Elise Convertible, Nissan Skyline GTR, Ferrari 458 Italia, Audi Q7 અને અન્ય અનેક લક્ઝરી કારો.

અનિલ અંબાણીનું 5000 કરોડનું ઘર
મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીનું ઘર "Abode" નામથી ઓળખાય છે. કુલ 17 માળોની આ ભવ્ય ઇમારત મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલી છે. આ લગભગ 16,000 વર્ગફૂટમાં ફેલાયેલું છે. તેની કિંમત અંદાજે 5000 કરોડ રૂપિયા છે.આ ઘરમાં પણ હેલીપેડ, જિમ, સ્પા, સ્વિમિંગ પૂલ જેવી અનેક લક્ઝરી સુવિધાઓથી સજ્જ છે.