મહિલાઓને જ્વેલરી પહેરવાનો ઘણો શોખ હોય છે. જેમાં સોનાને સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. સોનાની ચમક મહિલાઓની સુંદરતાને વધારે સુંદર બનાવી દે છે. જોકે હાલના સમયમાં સોનુ એટલું મોંઘુ થઇ ગયુ છે કે લોકો ઇચ્છે છે કે પોતાના માટે કોઇ દાગીના નથી ખરીદી શકતા, એવામાં નકલી જ્વેલરીનો સહારો લે છે. પરંતુ આજે અમે તમને એક એવા સોના વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે આપને માત્ર 10 હજાર રૂપિયામાં મળી શકે છે. એટલું જ નહીં તે વધુ મજબૂત અને ટકાઉ પણ છે.
શું હોય છે સૌથી સાચું સોનું?
સૌથી સાચું સોનું 24 કેરેટનુ હોય છે. જેમાં 99.99 પર્સન્ટ સોનું હોય છે.
ત્યાર બાદ આવે છે 22 કેરેટ જેમાં 91.60 ટકા સોનું હોય છે બાકી ધાતુ
20 કેરેટ ગોલ્ડમાં 83.30 ટકા અને 16.70 ટકા ધાતુ હોય છે
18 કેરેટ સોનામા સૌથી વધારે જ્વેલરી બને છે જેમાં 75 ટકા સોનું અને બાકી 25 ટકા ભેળવણ હોય છે.
શું હોય છે 9 કેરેટ ગોલ્ડ?
હવે એ 9 કેરેટ વાળા સોનાની વાત કરીએ.જેનાથી બનેલી વસ્તુ માત્ર આપને 10 હજારમાં મળી શકે છે. સોનાની કિંમત આજે એક લાખ 20 હજાર પ્રતિ 10 ગ્રામથી પણ વધુ છે. જેના કારણે 9 કેરેટ વાળું આ સોનું એ લોકો માટે છે. જે સોનાની મોંઘી જ્વેલરી નથી ખરીદી શકતા અથવા તો જે ઓફિસમાં પહેરવા માટે સોનાની જ્વેલરી લેવા ઇચ્છે છે. આ સોનામાં 37.5 ટકા શુદ્ધ સોનું હોય છે અને 62.5 ટકા અન્ય ધાતુઓનો ઉપયોગ થાય છે.
કેટલી હોય છે એક તોલાની કીંમત?
હવે તમે વિચારતા હશો કે 10 હજાર રૂપિયામાં સોનાની જ્વેલરી કેવી રીતે મળી શકે...જેના માટે તમારે 9 કેરેટના સોનાની કિંમત જાણવી પડશે. 9 કેરેટ સોનાની કિંમત 40,000 રૂપિયા તોલો હોય છે. જો તમે કોઇ પણ 5 ગ્રામની વસ્તુ લો તો તે 20 હજાર રૂપિયામાં પડશે. અને જો 2.5થી 3 ગ્રામની ઇયરિંગ્સ કે વીંટી લો છો તો 10 થી 12 હજારમાં તમને મળી જશે.
9 કેરટ ગોલ્ડનુ હોલમાર્કિંગ જરૂરી
હકીકતમાં 9 કેરેટ ગોલ્ડની વાત થઇ રહી છે. જેનુ હોલમાર્કિંગ હવે જુલાઇ 2025થી ભારતીય માનક બ્યૂરોએ જરૂરી કરી દીધુ છે. એટલે કે કોઇ પણ હવે વગર હોલમાર્કે 9 કેરેટ સોનાની જ્વેલરી નથી વેચી શકતા. હોલમાર્ક એક શુદ્ધતાની ગેરંટી હોય છે. જેથી ગ્રાહકો સાથે કોઇ ઠગી થવાના ચાન્સિસ ઓછા થઇ શકે છે.