આપણાં દેશમાં જ્યારે પણ રૂપિયાની સલામત અને સુરક્ષિત બચત યોજના વિશે વાત કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલો વિચાર આવે કે સૌથી સલામત નાણાં પોસ્ટ ઓફિસ વિભાગમાં રહેશે. ત્યારે હવે મિડિલ ક્લાસ પરિવારો માટે પોસ્ટ ઓફિસ વિભાગની શાનદાર બચત યોજના વિશે આ લેખમાં તમે જાણશો.


પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના

ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા ભારતના નાગરિકો માટે તેમના આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઘણી બધી ફાયદાકારક બચત યોજનાઓ લાવવામાં આવે છે. એવીજ એક બચત યોજના એટલે POMIS, મતલબ કે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના. આ યોજના તમને રોકાણ પર દર મહિને એક નિશ્ચિત આવક આપે છે અને 5 વર્ષ પછી તમારા તમામ નાણાને પરત પણ કરે છે. મધ્યમ વર્ગના પરિવારો માટે આ યોજના એક આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે.

દર મહિને 5500 રૂપિયાની ગેરંટીડ આવક

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં રોકાણકારને દર મહિને એક ગેરંટીડ આવક આપવામાં આવે છે. આ યોજનામાં તમે ઓછામાં ઓછા ₹ 1000 થી રોકાણ શરૂ કરી શકો છો અને એક જ ખાતામાં વધુમાં વધુ ₹ 9 લાખ જમા કરાવી શકો છો, જ્યારે સંયુક્ત ખાતામાં વધુમાં વધુ ₹ 15 લાખ સુધી જમા કરાવી શકો છો. જો તમે આ યોજનામાં વધુમાં વધુ ₹ 9 લાખ જમા કરાવો છો, તો તમને દર મહિને લગભગ ₹ 5500 ની ગેરંટીડ આવક મળે છે અને વધુમાં વધુ ₹ 15 લાખ સુધી જમા કરાવો છો, તો તમને દર મહિને લગભગ ₹ 9250 ની નિશ્ચિત આવક મળવા પાત્ર છે.

5 વર્ષ પછી પૈસા પાછા મળશે

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનાની એક ચોક્કસ સમય મર્યાદા પણ રહેલી છે. આ યોજનાનું આયુષ્ય 5 વર્ષનું છે. 5 વર્ષ પછી પોસ્ટ વિભાગ દ્વારા તમને તમારા બધાજ પૈસા પાછા મળશે. કોઈપણ જાતના ચાર્જ , સર્વિસ ટેક્ષ કે કોઈપણ કપાત વિના તમારું આખું રોકાણ પાછું મળે છે. મતલબ કે તમને 5 વર્ષ સુધી દર મહિને આવક મળશે અને અંતે તમારા જમા કરેલા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત રીતે પાછા આપવામાં આવશે. 

  • Follow us on: