પોસ્ટ ઓફિસ વિભાગની માસિક આવક યોજના એટલકે કે POMIS સામાન્ય વર્ગ માટે નિયમિત આવકનો એક ઉત્તમ વિકલ્પ છે. આજના લેખમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી જાણીશું.
દર મહિને નિશ્ચિત આવક
આર્થિક બાબતોના જાણકાર મુજબ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એ સામાન્ય વર્ગ માટે બચત કરીને નિશ્ચિત આવક મેળવવાનો સૌથી ઉત્તમ વિકલ્પ છે. આ સરકારી યોજના હેઠળ, પતિ-પત્ની સંયુક્ત રીતે 15 લાખનું રોકાણ કરી શકે છે, જેનાથી દર મહિને 9,250ની નિશ્ચિત માસિક આવક મળવાપાત્ર છે. આ આવક 5 વર્ષ સુધી ચાલુ રહેશે. આ યોજનાની સૌથી ખાસ વિશેષતા એ છે કે 5 વર્ષ પછી તમે રોકેલા તમાંમ નાણાં તમને સુરક્ષિત રીતે પરત કરવામાં આવશે જેમાં આ યોજના 7.40 ટકાનો આકર્ષક વાર્ષિક વ્યાજ દર આપે છે.
સંયુક્ત ખાતામાં રોકાણ વધારે ફાયદાકારક
પોસ્ટ ઓફિસ વિભાગની માસિક આવક યોજના હેઠળ કોઈ એક વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરે છે, તો તે મહત્તમ 9 લાખ જમા કરી શકે છે. સિંગલ એકાઉન્ટ હોલ્ડરને આ બચત પર 5,550 ની નિશ્ચિત આવક મળશે. જો કોઈ વ્યક્તિ જીવનસાથી સાથે સંયુક્ત રીતે આ યોજના રોકાણ કરવા માંગે છે તો તેની મર્યાદા વધીને 15 લાખ થાય છે. જો કોઈ દંપતી એકસાથે 15 લાખનું રોકાણ કરે છે, તો તેમને દર મહિને 9,250 ની એકસાથે રકમ મળશે.
5 વર્ષ પછી સંપૂર્ણ બચત મળશે પાછી
પોસ્ટ ઓફિસ વિભાગની માસિક આવક યોજનાની સૌથી ખાસ વાત એ છે કે આ યોજનામાં 5 વર્ષ દરમિયાન રોકાણકારને દર મહિને માસિક વ્યાજ મળે છે અને ત્યાર બાદ એકવાર 5 વર્ષ પૂરા થઈ જાય, પછી સંપૂર્ણ રોકાણ કરેલી રકમ રોકાણકારને પરત કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમને 5 વર્ષ માટે માસિક વ્યાજ મળ્યું અને અંતે તમને તમારી સંપૂર્ણ મૂડી સુરક્ષિત રીતે પાછી મળી છે.