મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને કાચા તેલની કિંમતમાં આવેલા ઉછાળાએ ગયા અઠવાડિયામાં દુનિયાભરના શેરબજારમાં હાહાકાર મચાવી દીધો. ભારત પર પણ તેની અસર જોવા મળી અને સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘડાટો નોંધાયો. અઠવાડિયાના 5 દિવસમાં સેન્સેક્સ 4355 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી 1299.35 પોઈન્ટ ઘટ્યો છે.

માર્કેટ કેપિટલમાં 5 દિવસમાં 4.48 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો

શેરમાર્કેટમાં ઘટાડાને કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે. સેન્સેક્ટની ટોપ-10 કંપનીઓના કૂલ માર્કેટ કેપિટલમાં 5 દિવસમાં 4.48 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. સૌથી વધારે નુકસાન સરકારી બેન્ક SBI અને પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેન્ક HDFC બેન્કને થયું છે. SBIની માર્કેટકેપ ઘટીને 9.66 લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ છે એટલે કે 89,306.22 કરોડ રૂપિયા ડુબી ગયા છે. ત્યારબાદ HDFC બેન્કના રોકાણકારોના 61,715.32 કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે અને તેની માર્કેટવેલ્યુ ઘટીને 12.57 લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ છે.

TCS અને બજાજની શું છે સ્થિતિ?

સેન્સેક્સની ટોપ-10 લિસ્ટમાં સામેલ અન્ય કંપનીઓની વાત કરીએ તો બજાજ ફાઈનાન્સની માર્કેટકેપ 59,082.49 કરોડ રૂપિયાના ઘટાડા સાથે 5.32 લાખ કરોડ, જ્યારે ટાટા ગ્રુપની ટીસીએસની માર્કેટવેલ્યુ 53,312.12 કરોડ રૂપિયા ઘટીને 8.72 લાખ કરોડ રહી ગઈ. ત્યારબાદ ICICI બેન્કની માર્કેટકેપ પણ 42,205.04 કરોડ રૂપિયાના ઘટાડા સાથે 8.97 લાખ કરોડ રૂપિયા રહી ગઈ. ત્યારે એરટેલને 38,688 કરોડનું નુકસાન થયું છે.

 આ પણ વાંચો : Business News : વિદેશી રોકાણકારોએ ફરી બનાવ્યો વેચવાલીનો રેકોર્ડ, 15 દિવસમાં શેરબજારમાંથી 52,704 કરોડ ઉપાડ્યા