ગત અઠવાડિયા દરમિયાન ભારતીય શેરબજારમાં મર્યાદિત તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 297.57 પોઈન્ટ (0.38 ટકા) અને નિફ્ટી 42.90 પોઈન્ટ (0.17 ટકા)ના વધારા સાથે બંધ રહ્યો હતો. આ દરમિયાન દેશની ટોપ-10 સૌથી વધુ માર્કેટકેપ ધરાવતી કંપનીઓમાંથી 6 કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. 88,678.10 કરોડનો વધારો નોંધાયો હતો. સૌથી વધુ લાભ ICICI બેન્કને થયો હતો.


હિન્દુસ્તાન યુનિલિવરના માર્કેટ કેપમાં ઘટાડો

આ સપ્તાહ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, ICICI બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), બજાજ ફાઈનાન્સ અને લાર્સન એન્ડ ટુબ્રોના માર્કેટ કેપમાં વધારો થયો હતો. બીજી તરફ ભારતી એરટેલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ભારતીય જીવન વીમા નિગમ (LIC) અને હિન્દુસ્તાન યુનિલિવરના માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો હતો.

કઈ કંપનીને કેટલો ફાયદો, કેટલું નુકસાન?

ICICI બેન્કના માર્કેટ કેપમાં રૂ. 29,588.75 કરોડનો વધારો થઈ તે રૂ. 9.95 લાખ કરોડથી વધુ પહોંચ્યો હતો. HDFC બેન્કમાં રૂ. 24,718.30 કરોડનો વધારો નોંધાયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં રૂ. 12,043.96 કરોડ, બજાજ ફાઈનાન્સમાં રૂ. 11,580.28 કરોડ, SBIમાં રૂ. 9,322.93 કરોડ અને લાર્સન એન્ડ ટુબ્રોમાં રૂ. 1,423.88 કરોડનો વધારો થયો હતો. બીજી તરફ ભારતી એરટેલના માર્કેટ કેપમાં રૂ. 35,615.21 કરોડનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. LICમાં રૂ. 21,188.74 કરોડ, TCSમાં રૂ. 11,143.71 કરોડ અને હિન્દુસ્તાન યુનિલિવરમાં રૂ. 5,321.83 કરોડનો ઘટાડો થયો હતો.

રોકાણકારોની ક્યા છે નજર?

માર્કેટ કેપના આધારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની તરીકે પ્રથમ સ્થાને યથાવત રહી હતી. તેના પછી HDFC બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક, SBI, TCS, બજાજ ફાઈનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, LIC અને હિન્દુસ્તાન યુનિલિવરનો ક્રમ રહ્યો હતો. આવતા સપ્તાહમાં અનેક નવી કંપનીઓના શેર NSE, BSE અને SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવાના હોવાથી રોકાણકારોની નજર પ્રાથમિક બજાર પર પણ રહેશે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : રવિવારે પેટ્રોલ સસ્તું થયું કે મોંઘું? જાણો આજના લેટેસ્ટ ભાવ

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.



  • Follow us on: