ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ટેલીકોમ ઓપરેટર્સ પર 150 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી છે. આ પેનલ્ટી સ્પેમ કોલ્સ અને મેસેજને લઈને લગાવવામાં આવી છે. જેને રોકવામાં ટેલીકોમ કંપનીઓ નિષ્ફળ રહી છે. 150 કરોડ રૂપિયાની આ પેનલ્ટી 3 વર્ષ માટે લગાવવામાં આવી છે. જેની શરૂઆત 2020થી થાય છે.
1 લાખથી વધારે લોકોને બ્લોક કર્યા
અહેવાલ મુજબ TRAI તરફથી લગાવવામાં આવેલી આ પેનલ્ટીને ટેલીકોમ કંપનીઓએ પડકારી છે. તેનું મુખ્ય કારણ ટેલીકોમ કંપનીઓનું સ્પેમ કોલ્સ અને મેસેજને રોકવામાં નિષ્ફળ રહેવું છે અને કસ્ટમરની ફરિયાદને ખોટી રીતે બંધ કરવાનું છે. TRAIએ તે ટેલીકોમ ઓપરેટર્સ પર પેનલ્ટી લગાવી છે, જે નિયમોનું પાલન કરી શક્યા નથી. ગયા વર્ષની વાત કરીએ તો TRAIએ 21 લાખ સ્પેમર્સના કનેક્શન બંધ કર્યા છે, જ્યારે 1 લાખથી વધારે લોકોને બ્લોક કર્યા છે. સપ્ટેમ્બર 2024માં TRAIએ 18.8 લાખ સ્પેમર કનેક્શનને બંધ કર્યા, જ્યારે 1150 લોકોને બ્લેકલિસ્ટ કર્યા હતા.
કંપનીઓએ સેન્ડર્સની વિરૂદ્ધ કોઈ એક્શન લીધા નથી
રિપોર્ટ મુજબ TRAIએ ટેલીકોમ ઓપરેટર્સ પર આ દંડ એટલે લગાવ્યો કે કોઈએ તેમના નેટવર્ક દ્વારા સ્પેમ કોલ કે મેસેજ કર્યા છે પણ એટલે લગાવ્યો છે કે કંપનીઓએ તે સેન્ડર્સની વિરૂદ્ધ કોઈ એક્શન લીધા નથી. ત્યારે સ્પેમ કોલ્સ અને મેસેજને કંટ્રોલ કરવામાં કસ્ટમરની ફરિયાદનું મોટું યોગદાન છે. તપાસમાં જાણવા મળ્યું કે ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર્સે ઘણા કસ્ટમરની ફરિયાદને ખોટી રીતે બંધ કરી દીધી છે, તેના કારણે આ કંપનીઓ પર દંડ લગાવવામાં આવ્યો છે.
TRAIએ DND એપ્લીકેશન પણ લોન્ચ કરી
TRAIએ એક DND એપ્લીકેશન પણ લોન્ચ કરી છે, જેની મદદથી યૂઝર્સ કોઈ પણ સ્પેમ કોલ કે મેસેજને રિપોર્ટ કરી શકે છે. આ એપ પર માત્ર 4થી 6 ક્લિકમાં રિપોર્ટ કરવામાં આવી શકે છે. TRAIએ છેલ્લા કેટલાક સમયમાં સ્પેમ કોલ્સ કે મેસેજને લઈને નિયમો કડક કર્યા છે. કસ્ટમર કોઈ સ્પેમ કોલ કે મેસેજને 7 દિવસની અંદર રિપોર્ટ કરી શકે છે. ત્યારે આ ફરિયાદો પર કાર્યવાહીને લઈને પણ TRAIએ નિયમો કડક કર્યા છે. 10 દિવસની અંદર કોઈ સેન્ડરની વિરૂદ્ધ 5 ફરિયાદ આવે છે તો તેની પર એક્શન લેવા માટે તે પર્યાપ્ત છે.
આ પણ વાંચો: Auto News : પત્નીના નામ પર કાર ખરીદશો તો મળશે આટલા ફાયદા, ખરીદતા પહેલા જાણી લો