અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભલે તાજેતરમાં ભારતની અર્થવ્યવસ્થા માટે ડેડ ઇકોનૉમી શબ્દનો ઉપયોગ કર્યો હતો અને હવે તેમને કડક જવાબ મળ્યો છે . તેમને જવાબ કોઈ નેતા પાસેથી નહીં, પરંતુ તેમના જ દેશની વિશ્વ વિખ્યાત રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સ પાસેથી જવાબ મળ્યો છે.


 ભારતની ક્રેડિટ રેટિંગ ‘BBB-’માંથી વધારીને ‘BBB’ કરી

S&Pએ ભારતની ક્રેડિટ રેટિંગ ‘BBB-’માંથી વધારીને ‘BBB’ કરી દીધી છે, જે સૌથી નીચલા ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડમાં રહેલી રેટિંગમાંથી એક પગથિયું ઉપર આવવાનું સૂચવે છે.

શ્રેષ્ઠ નીતિ અને મજબૂત વૃદ્ધિના કારણે સુધારોઃ S&P

S&Pએ જણાવ્યું છે કે ભારત મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવે છે અને રાજકોષીય મજબૂતીને મહત્વ આપે છે. એજન્સીએ કહ્યું કે સરકાર સુધારેલા નાણાકીય વ્યવસ્થાપન અને ટકાઉ વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ભારતની દીર્ઘકાલીન રેટિંગ BBB અને અલ્પકાલીન રેટિં: A-2 કરાયું છે જે અગાઉ A-3 હતું

અમેરિકન ટેરીફની ભારત પર ઓછી અસર

S&Pએ વધુમાં જણાવ્યું કે ભારતનાં પરફોર્મન્સ પર અમેરિકન ટેરિફની ખૂબ જ ઓછી અસર પડશે કારણ કે ભારતનો વિકાસ મુખ્યત્વે ઘરેલૂ માંગ પર આધારિત છે (લગભગ 60%) અને તે ટ્રેડ પર ઓછું નિર્ભર છે. જોકે અમેરિકાનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર ભારત છે, તેમ છતાં 50% ટેરીફ લાગુ થયા પછી પણ ભારતની વૃદ્ધિ પર મોટી અસર નહીં થાય એવું S&P માને છે.

19 વર્ષ પછી પ્રથમ વખત રેટિંગમાં સુધારો

છેલ્લી વખત ભારતની રેટિંગમાં સુધારો 2007માં થયો હતો, જ્યારે S&Pએ ‘BBB-’ રેટિંગ આપી હતી. S&P હવે પહેલી વૈશ્વિક રેટિંગ એજન્સી બની છે, જેણે ભારતને એક સ્ટેપ ઉપર લાવીને 'BBB' આપી છે.

ટ્રંપે લગાવ્યો 50% શુલ્ક

27 ઓગસ્ટથી ડોનાલ્ડ ટ્રંપે ભારતીય માલ પર 50% શુલ્ક લગાવવાની જાહેરાત કરી છે. S&Pની પોઝિટિવ રેટિંગના પગલે, હવે ભારતીય કંપનીઓ માટે આંતરરાષ્ટ્રીય બજારમાં લોન લેવી વધુ સરળ અને સસ્તી બનશે.

કોરોનાકાળ પછી ભારતનું શાનદાર પુરાગમન

S&Pએ કહ્યું કે કોવિડ-19 મહામારી પછી ભારતનો પુનઃઉદ્ભવ શ્રેષ્ઠ રહ્યો છે. 2025-26માં ભારતનું GDP વૃદ્ધિ દર 6.5% રહેશે અને આગામી ત્રણ વર્ષમાં એ દર સરેરાશ 6.8% સુધી પહોંચી શકે છે."

ભારતને વિશ્વનું સમર્થન

ડોનાલ્ડ ટ્રંપે ભારતને "મૃત અર્થતંત્ર" કહ્યા બાદ હવે S&P જેવી વિશ્વસ્તરીય સંસ્થા દ્વારા ભારતને મજબૂત રેટ આપવો, આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટો સંકેત છે કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત અને વિશ્વાસપૂર્વક આગળ વધી રહી છે.

  • Follow us on: