અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 100 ટકા ફાર્મા ટેરિફ બોમ્બથી ભારતનુ શેર બજાર નીચે પડતુ દેખાયુ. સૌથી વધારે નુકસાન ફાર્મા સ્ટોક્સને થયુ છે. સન ફાર્માથી લઇને ડો.રેડ્ડીઝના શેરોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પના એલાન બાદ અનુમાન લગાવવામાં આવ્યુ હતુ કે શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળશે. બજાર ખુલ્યા બાદ કઇક આવું જ થયુ. જ્યાં સેન્સેક્સમાં 450થી વધારે આંકડા સાથે ઘટાડો જોવા મળ્યો તો નિફ્ટીમાં 110થી વધારે આંકડા સાથે ઘટાડો જોવા મળ્યો.
શેરબજારમાં ઘટાડો
શેરબજારમાં સતત 6મા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પના ટેરિફ બોમ્બના કારણે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 380થી વધુ અંકના ઘટાડા સાથે 80,778.02 અંક પર વેપાર કરી રહ્યો છે, જ્યારે વ્યવસાય દરમિયાન સેન્સેક્સ 451 અંક સુધી ઘટીને 80,708.34 અંક પર પહોંચી ગયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 50 પણ અંદાજે 110 અંકના ઘટાડા સાથે 24,779.65 અંક પર વેપાર કરી રહ્યો છે. નિષ્ણાતોના મતે, વેપાર દરમ્યાન બજારમાં વધુ ઘટાડો થઈ શકે છે.આ સિવાય ફાર્મા સ્ટોક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો.













