નાણામંત્રીએ નિર્મલા સીતારમણે કહ્યું કે વર્ષ 2026ના બજેટમાં વિકસિત ભારત પર લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં એક મોટી જાહેરાત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે વિદેશી મુસાફરી કાર્યક્રમ પેકેજોના વેચાણ પર TCS દર હવે 2% રહેશે, જે પહેલા 5% અને 20% હતો. આ સાથે જ લોકો માટે હવે વિદેશ પ્રવાસ કરવો વધુ સરળ બનશે. વિદેશ પ્રવાસ સસ્તો થતો પ્રવાસનને પણ વેગ મળશે.

TDSને લઈને મોટો નિર્ણય

ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત આજે રવિવારના દિવસે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય બજેટને લઈને સામાન્ય વર્ગ અને મધ્યમવર્ગને મોટી આશા છે.  સરકારે પ્રવાસન અને પર્યાવરણીય ક્ષેત્રોમાં નવી પહેલની પણ જાહેરાત કરી હતી.  કોઈ નાણાકીય મર્યાદા રહેશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલમાંથી વ્યક્તિઓને મળતું વ્યાજ હવે આવકવેરાને આધીન રહેશે નહીં, કે TDS કાપવામાં આવશે નહીં. TCS અગાઉ  5% અને 20% હતો જે ઘટાડીને  2% કરવામાં આવ્યો છે.

બજેટમાં  પર્યટનને પ્રોત્સાહનની જાહેરાત

સીતારમણે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીર તેમજ અરાકુ ખીણ અને પશ્ચિમ ઘાટમાં પર્યાવરણીય રીતે ટકાઉ પર્વતીય રસ્તાઓ વિકસાવવામાં આવશે. જૈવવિવિધતાને બચાવવા અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ઓડિશા, કર્ણાટક અને કેરળમાં મુખ્ય કાચબાના માળાના વિસ્તારો નજીક કાચબાના રસ્તાઓ વિકસાવવામાં આવશે. "ભારત વિસ્તાર" હેઠળ કૃષિ ક્ષેત્રમાં એક મોટું પરિવર્તન આવ્યું છે.


આ પણ વાંચો : Union Budget 2026: દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે