દેશનું આગામી કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરી 2026એ રજૂ થવાનું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પોતાનાનું 9મું બજેટ રજૂ કરશે. આ વખતના બજેટથી મિડલ ક્લાસથી લઈને ખેડૂતો સુધી તમામ લોકો મોટી આશા રાખીને બેઠા છે. ત્યારે શેરમાર્કેટના રોકાણકારો પણ આ વખતે બજેટમાં કેટલીક મોટી જાહેરાતોની આશા રાખી રહ્યા છે.

સ્ટોક માર્કેટ રોકાણકારોને મોટી રાહત મળશે?

નિષ્ણાતો ઈચ્છી રહ્યા છે કે સરકાર એ જાહેરાત કરે, જેથી સ્ટોક માર્કેટ રોકાણકારોને મોટી રાહત મળી શકે. નિષ્ણાતો એ પણ કહી રહ્યા છે કે સરકાર તરફથી જો સારી જાહેરાતો થઈ તો માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી શકે છે, કારણ કે શેરબજારમાં ટેક્સ સિસ્ટમ સરળ હશે અને ઘરેલુ રોકાણકારથી લઈને FIIનો વિશ્વાસ વધશે.

શું છે માગ?

  • લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનમાં મોટી ટેક્સ છુટ આપવાની જરૂર છે. હાલમાં દરેક નાણાકીય વર્ષમાં 1.25 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ LTCG ટેક્સ ચૂકવવો પડતો નથી, જ્યારે તેની ઉપરની રકમના LTCG પર 12.5 ટકા ટેક્સ ચૂકવવો પડે છે. આ મર્યાદાને વધારીને 5 લાખ રૂપિયા કરવાની જરૂર છે.
  • આ જ પ્રકારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સને પણ ઓછો કરવાની માગ કરવામાં આવી રહી છે. જેની હેઠળ છુટની મર્યાદા પણ વધારવાની માગ થઈ રહી છે. રોકાણકાર ઈચ્છે છે કે શોર્ટ ટર્મમાં વેચેલા શેર પર 1.5 લાખ રૂપિયા સુધીનો કોઈ ટેક્સ ના લાગે. સાથે જ STCGને 20 ટકાથી ઓછો કરીને 10 ટકા કરી દેવામાં આવે.
  • ત્યારે STTને પણ ખતમ કરવાની માગ છે. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ શેરની ખરીદી અને વેચાણ પર લગાવવામાં આવે છે. કોઈ પણ શેરની ખરીદી કે વેચાણ કરવા પર તે 0.1 ટકા ટેક્સ લાગે છે. ત્યારે ડેરેવેટિવ માર્કેટમાં 0.01 ટકા ટેક્સ લગાવવામાં આવે છે, જ્યારે ઈન્ટ્રાડેમાં ટ્રેડિંગ પર 0.025 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ટકાવારી જોવામાં ખુબ જ નાની લાગે છે પણ રકમ જોઈએ ત્યારે ધ્યાન જાય છે કે આ કેટલી મોટી રકમ થાય છે. ત્યારે તેમાં ઘટાડો કે આ ટેક્સને ખતમ કરવાની માગ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે બજેટ 2026 પહેલા ઝીરોધાના CEO નિતિન કામથે ઈક્વિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં સતત થઈ રહેલા વધારા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમને કહ્યું કે ટેક્સમાં વધારાથી બજારની ગતિવિધિઓ અને સરકારી આવક પર પણ નકારાત્મક પ્રભાવ પડી શકે છે. મને આશા છે કે બજેટમાં STTને લઈને ઘટાડો થાય.      

આ પણ વાંચો : Good news : સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! જાન્યુઆરીથી DA 63% થવાની શક્યતા