દેશના સામાન્ય બજેટને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બજેટની મુખ્ય કમાન સંભાળી રહ્યા છે તો તેમની સમગ્ર ટીમ તેને પૂર્ણ કરવા માટે લાગેલી છે. નાણાપ્રધાનની બજેટની ટીમમાં આ વખતે ઘણા દિગ્ગજ અને નવા ચહેરાને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં પંકજ ચૌધરી, વી અનંત નાગેશ્વરન, અનુરાધા ઠાકુર, એમ નાગારાજૂ સહિત અન્ય ઘણા લોકોના નામ સામેલ છે.
મોદી 3.0 સરકારનું ત્રીજુ પૂર્ણ બજેટ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરવાના છે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં લાગેલા છે. નાણાપ્રધાન 1 ફેબ્રુઆરીએ લોકસભામાં બજેટ રજૂ કરવાના છે. આ મોદી 3.0 સરકારનું ત્રીજુ પૂર્ણ બજેટ હશે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆત રવિવારથી થઈ રહી છે અને રજાના દિવસે જ બજેટ રજૂ કરવામાં આવશે. નાણા મંત્રીની બજેટ ટીમમાં તેમના સિવાય રાજ્ય મંત્રી પંકજ ચૌધરી સહિત ઘણા નવા ચહેરા સામેલ કરવામાં આવ્યા છે.
વી અનંથા નાગેશ્વરન
બજેટ તૈયાર કરવામાં ફાયનાન્સ મિનિસ્ટ્રીમાં બ્યૂરોક્રેટ્સની જે અનુભવી ટીમ નાણાપ્રધાન નિર્મલા સીતારમણની મદદ કરી રહી છે. તેમાં વી.અનંથા નાગેશ્વરન ચીફ ઈકોનોમિક એડવાઈઝર છે. તેમનો વિભાગ જરૂરી ઈનપુટ પુરો પાડે છે, જે બજેટ માટે ઓવરઓલ મેક્રોઈકોનોમિક કોન્ટેક્સ્ટને ડિફાઈન કરે છે. તેમાં ઈકોનોમિક ગ્રોથનું અનુમાન લગાવવાથી લઈને સેક્ટોરલ પરફોર્મન્સનું એનાલિસિસ અને ગ્લોબલ રિસ્કનું એસેસમેન્ટ સામેલ છે.
અનુરાધા ઠાકુર
નિર્મલા સીતારમણની ટીમમાં ઈકોનોમિક અફેયર્સ સેક્રેટરી અનુરાધા ઠાકુર પણ છે. તે બજેટ ડોક્યુમેન્ટસ તૈયાર કરવા માટે જવાબદાર બજેટ ડિવિઝનને લીડ કરે છે. ખાસ વાત એ છે કે બજેટ 2026 તેમનું પ્રથમ બજેટ હશે. 1994 બેચની હિમાચલ પ્રદેશ કેડરની આઈએએસ અધિકારીએ 1 જુલાઈ 2025એ વિભાગની કમાન સંભાળી હતી અને વિભાગનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા અધિકારી છે.
અરવિંદ શ્રીવાસ્તવ-વી વુઅલનામ
અરવિંદ શ્રીવાસ્તવ ટેક્સ સાથે જોડાયેલા પ્રસ્તાવો સંબંધિત મુખ્ય જવાબદારીઓ નિભાવી રહ્યા છે, જે નાણા મંત્રીના બજેટ ભાષણનો બીજો ભાગ છે. તેમની ટીમ ડાયરેક્ટ ટેક્સ અને ઈનડાયરેક્ટ ટેક્સને સંભાળે છે. તેઓ 1992ની બેચના મણિપુર કેડરના આઈએએસ અધિકારી છે.
એમ નાગરાજૂ સહિત આ દિગ્ગજના નામ સામેલ
ફાઈનાન્શિયલ સર્વિસ સેક્રેટરી એમ નાગરાજૂનો વિભાગ સાર્વજનિક ક્ષેત્રની બેન્કો, વીમા કંપનીઓ અને પેન્શન સિસ્ટમના નાણાકીય સ્વાસ્થ્યની દેખરેખ કરે છે, જે સરકારના ઈકોનોમિક એજન્ડાને ચલાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. તે સિવાય રોકાણ અને સાર્વજનિક સંપતિ મેનેજમેન્ટ વિભાગ સચિવ અરૂણીષ ચાવલા, સરકારના પ્રાઈવેટાઈઝેશન રોડમેપ માટે જવાબદાર છે. DPE સેક્રેટરી મોસેસ ચલઈ, કેપેક્સ સ્કીમ્સની જવાબદારી સંભાળે છે. તે મણિપુર કેડરના 1990ની બેચના આઈએએસ અધિકારી છે.
આ પણ વાંચો : Gold Silver Rate today: ટ્રમ્પની ચાલથી સોનું થયું મજબૂત, ચાંદીમાં પણ તેજી, જાણો 26 જાન્યુઆરીએ સોના ચાંદીનો લેટેસ્ટ રેટ