આ અઠવાડિયે SEBIએ Indira IVF, Rays of Belief, Tempens Instruments અને Jerai Fitnessના IPOને મંજૂરી આપી દીધી છે, જેનાથી આ કંપનીઓ માટે તેમની IPO યોજનાઓ સાથે આગળ વધવાનો માર્ગ મોકળો થયો. વધુમાં SEBIએ ચાર્ટર્ડ સ્પીડ, ગ્લાસ વોલ સિસ્ટમ્સ (ઈન્ડિયા), શ્રીરામ ફૂડ ઈન્ડસ્ટ્રીઝ અને RKCPLના IPO પેપર્સને મંજૂરી આપી છે.

IPO લોન્ચ કરવા માટે 18 મહિનાનો સમય મળે છે

સેબીએ 30 અને 31 ડિસેમ્બરના રોજ ઈન્દિરા IVF અને રેઝ ઓફ બિલીફના પ્રી-ફાઈલ્ડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ પર અવલોકનો જાહેર કર્યા હતા, જ્યારે ટેમ્પન્સ ઈન્સ્ટ્રુમેન્ટ્સને 26 ડિસેમ્બરના રોજ નિયમનકાર તરફથી તેના IPO પેપર્સ પર અવલોકનો પ્રાપ્ત થયા હતા. ગ્લાસ વોલ સિસ્ટમ્સને 29 ડિસેમ્બરે, શ્રીરામ ફૂડ ઇન્ડસ્ટ્રીઝને 30 ડિસેમ્બરે, RKCPL અને જેરાઈ ફિટનેસને 31 ડિસેમ્બરે અને ચાર્ટર્ડ સ્પીડને 2 જાન્યુઆરીએ અવલોકનો પ્રાપ્ત થયા હતા.

ઉલ્લેખનીય છે કે ડ્રાફ્ટ દસ્તાવેજ પર સેબીનું અવલોકન કંપનીને આગામી એક વર્ષની અંદર જાહેર સબ્સ્ક્રિપ્શન માટે તેનો IPO લોન્ચ કરવાની મંજૂરી આપે છે. જોકે, જે કંપની ગુપ્ત રીતે IPO પેપર્સ ફાઈલ કરે છે તેને પ્રી-ફાઈલ્ડ DRHP પર અવલોકન પ્રાપ્ત થયા પછી તેનો IPO લોન્ચ કરવા માટે 18 મહિનાનો સમય મળે છે. આનું કારણ એ છે કે આવી કંપનીએ SEBI સાથે અપડેટેડ DRHP ફાઈલ કરવી આવશ્યક છે, ત્યારબાદ IPO માટે RHP ફાઈલ કરવી આવશ્યક છે.

ઈન્દિરા IVFનો આવશે આઈપીઓ

સ્વીડિશ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ EQT દ્વારા સમર્થિત અગ્રણી ફર્ટિલિટી ક્લિનિક ચેઇન, ઇન્દિરા IVFએ આ વર્ષે જુલાઈમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ને ગુપ્ત રીતે તેના ડ્રાફ્ટ દસ્તાવેજો ફાઈલ કર્યા હતા. આ કંપની IPO દ્વારા 3,500 કરોડ ($408 મિલિયન) એકત્ર કરવાની અપેક્ષા છે. તે શુદ્ધ ઓફર-ફોર-સેલ હોવાની અપેક્ષા છે, જેમાં કોઈ નવો ઇશ્યૂ નહીં હોય.

ત્યારે 2017માં નીતિન બિન્ડલીશ દ્વારા સ્થાપિત, રેજ ઓફ બિલીફે આ વર્ષે ઓગસ્ટમાં તેનું ગુપ્ત DRHP ફાઈલ કર્યું. રેજ ઓફ બિલીફે બાળ વિકાસ અને ઉપચાર સંસ્થા મોમ્સ બિલીફની મૂળ કંપની છે. આ સિવાય બાકીની છ કંપનીઓ ટેમ્પન્સ ઈન્સ્ટ્રુમેન્ટ્સ, જેરાઈ ફિટનેસ, ચાર્ટર્ડ સ્પીડ, ગ્લાસ વોલ સિસ્ટમ્સ, શ્રીરામ ફૂડ ઈન્ડસ્ટ્રીઝ અને આરકેસીપીએલે, આ વર્ષે સપ્ટેમ્બરમાં સેબીને તેમના ડ્રાફ્ટ પેપર્સ સબમિટ કર્યા છે, તે કંપનીઓના આઈપીઓ પણ આ વર્ષે આવશે. 

આ પણ વાંચો: USA Attacks Venezuela: અમેરિકાનો વેનેઝુએલા પર મોટો હુમલો, શેરબજાર અને સોના, ચાંદી અને કાચા તેલના ભાવ પર પડશે અસર?

ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.