આ તહેવારોની સિઝનમાં ભારતમાં ડિજિટલ પેમેન્ટની ગતિએ નવા રેકોર્ડ બનાવ્યા છે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)એ અન્ય તમામ પેમેન્ટ સિસ્ટમને પાછળ છોડી દીધી છે, જેમાં ₹17.8 લાખ કરોડના વ્યવહારો રેકોર્ડ કરવામાં આવ્યા છે. ડેબિટ કાર્ડ્સે પુનરાગમન કર્યું છે, જ્યારે ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાની સિસ્ટમ હવે ધીમી પડી છે. બેન્ક ઓફ બરોડાના અહેવાલ મુજબ આ વલણ વર્તમાન ક્વાર્ટરમાં મજબૂત ગ્રાહક માગ દર્શાવે છે.
UPIએ બધા રેકોર્ડ તોડ્યા
બેંક ઓફ બરોડાના અહેવાલ મુજબ આ તહેવારોની સિઝનમાં UPIએ ચુકવણીની દુનિયા પર સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. સપ્ટેમ્બર 2025 દરમિયાન UPIનું કુલ વ્યવહાર મૂલ્ય ₹17.8 લાખ કરોડ હતું, જે ગયા વર્ષ કરતા નોંધપાત્ર વધારો છે અને 2.6% માસિક વધારો બતાવે છે. આ એ વાતનો પુરાવો છે કે લોકો હવે નાના અને મોટા તમામ પેમેન્ટ માટે UPIને તેમની પસંદગી બનાવી રહ્યા છે.
