શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે વેદાંતા લિમિડેટે પોતાના રોકાણકારોને સારા સમાચાર આપ્યા છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26 માટે ત્રીજા આંતરિમ ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ પ્રતિ ઇક્વિટી શેર (ફેસ વેલ્યૂ 1 રૂપિયા) પર 11 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે, જે કુલ મળીને આશરે 4,300 કરોડ રૂપિયાનું વિતરણ થાય છે.
20,31,537 શેરહોલ્ડર્સને સીધો લાભ
આ નિર્ણયથી લગભગ 20,31,537 શેરહોલ્ડર્સને સીધો લાભ મળશે. શેરબજારમાં અસ્થિર પરિસ્થિતિ વચ્ચે આ પ્રકારનો મોટો ડિવિડન્ડ રોકાણકારોમાં આત્મવિશ્વાસ વધારશે એવી ધારણા વ્યક્ત થઈ રહી છે. કંપનીએ અગાઉ જ માહિતી આપી હતી કે ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ 28 માર્ચ, 2026 નક્કી કરવામાં આવી છે. એટલે કે, આ તારીખે જેમના નામ કંપનીના રેકોર્ડમાં હશે, તેઓ જ ડિવિડન્ડ મેળવવા પાત્ર બનશે. નિયમો અનુસાર નિર્ધારિત સમયમર્યાદામાં જ આ રકમ રોકાણકારોના ખાતામાં જમા કરવામાં આવશે.
