G20 Report: હાલ સમગ્ર વિશ્વમાં આર્થિક અસમાનતા જોવા મળી રહી છે. જેમાં 1 ટકા લોકો પાસે લગભગ 90 ટકા જેટલી સંપત્તિ છે. આ વચ્ચે એક રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભારતના સૌથી અમીર લોકોની સંપત્તિમાં વર્ષ 2000 થી 2023 વચ્ચે 62 ટકા જેટલો વધારો નોંધાયો છે. દક્ષિણ આફ્રિકાની જી20ની અધ્યક્ષતામાં કરવામાં આવેલા સર્વેમાં આ ખુલાસો થયો છે.
વૈશ્વિક આર્થિક અસમાનતા જોખમી
નોબેલ પ્રાઈઝ વિનગ જોસેફ સ્ટિગ્લિટ્સની અધ્યક્ષતામાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે, વૈશ્વિક આર્થિક અસમાનતા ભયજનક સ્તરે પહોંચી ગઈ છે. આ અભ્યાસ કરનારી સ્વતંત્ર સમિતિમાં અર્થશાસ્ત્રી જયતિ ઘોષ, વિની બયાનીમા અને ઈમરાન વાલોદિયાનો સમાવેશ થાય છે. જે કારણે લોકતંત્ર, આર્થિક સ્થિરતા અને આબોહવા પરિવર્તન પર જોખમ ઉભું થઈ રહ્યું છે. વર્ષ 2000 અને 2024 વચ્ચે 43 ટકા સંપત્તિ વધી છે. જેમાં ટોચના 1 અમિરોની સંપત્તિમાં 41 ટકાનો વધારો થયો છે.
વધુ જીડીપી ધરાવતા દેશોની ભાગીદારીમાં ઘટાડો
આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ચીન અને ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશોમાં માથાદીઠ આવકમાં વધારો થયો છે. જે કારણે વધુ જીડીપી ધરાવતા દેશોની ભાગીદારીમાં ઘટાડો નોંધાયો છે. એક ટકા અમીરોએ મોટા ભાગના દેશોમાં પોતાની સંપત્તિમાં વધારો નોંધાવ્યો છે. જે લગભગ વિશ્વની સંપત્તિનો લગભગ 74 ટકા હિસ્સો છે.
ભારતીય અમીરોની સંપત્તિમાં વધારો
જો ભારતની વાત કરવામાં આવે તો ટોચના અમીર લોકોએ વર્ષ 2000 થી 2023 દરમિયાન પોતાની સંપત્તિમાં 62 ટકા જેટલો વધારો નોંધાવ્યો છે. જ્યારે ચીનમાં ટોચના અમીરોની સંપત્તિમાં 54 ટકાનો વધારો નોંધાયો છે. આ વધારાને રાજકીય ઈચ્છાશક્તિ સાથે જોડવામાં આવી રહ્યો છે.
ગ્લોબલ ટ્રેન્ડ કહે છે?
રિપોર્ટમાં વૈશ્વિક વલણો પર નજર રાખવા અને પોલિસી મેકિંગમાં માર્ગદર્શન માટે આબોહવા પરિવર્તન પર ઈન્ટર ગવર્નમેન્ટલ કમિટિ સાથે સાથે એક આંતરરાષ્ટ્રીય અસમાનતા સમિતિ બનાવવાનો પ્રસ્તાવ પણ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં શરૂ થનારી આ પહેલ સરકારોને અસમાનતા અને તેના કારણો પર સત્તાવાર અને સચોટ આંકડા ઉપલ્બ્ધ કરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વધુ અસમાનતા ધરાવતા દેશોની સરખામણીમાં સમાનતા ધરાવતા દેશોમાં લોકતાંત્રિક પતનની સંભાવના 7 ગણી વધુ છે.
વર્ષ 2019ની સરખામણીએ 33.5 ટકાનો વધારો
આ સાથે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વૈશ્વિક ગરીબીમાં ઘટાડો 2020થી લગભગ અટકી ગયો છે. જ્યારે ઘણા દેશોમાં તો ગરીબીમાં વધારો નોંધાયો છે. 2.3 અરબ લોકો મધ્યમ કે ગંભીર રીતે ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. જે વર્ષ 2019ની સરખામણીએ 33.5 ટકાનો વધારો દર્શાવે છે. દુનિયાની 50 ટકા વસ્તી પાયાની આરોગ્ય સુવિધાઓથી પણ વંચિત છે. જ્યારે 1.3 અરબ લોકો પોતાની આવકનો મોટો હિસ્સો આરોગ્ય સેવા પાછળ ખર્ચવાના કારણે ગરીબીમાં જીવવા મજબૂર બન્યા છે.