માનવ જીવનમાં કયારે આર્થિક સંકટના વાદળ આવે એ ખરા અર્થમાં નક્કી કહી શકાય નહીં. કયારેક તાત્કાલિક પૈસાની જરૂર પડી જાય તો પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ કે ઓવરડ્રાફ્ટ કયો વિકલ્પ પસંદ કરવો એ સૌથી મોટો પ્રશ્ન બની જાય છે.


પર્સનલ લોનના વિકલ્પો

જ્યારે પણ જીવનમાં કોઈ આર્થિક સંકટ આવે અને ચોક્કસ રકમની જરૂર વર્તાય ત્યારે સૌથી પહેલા પર્સનલ લોનનો વિચાર આવે. આધુનિક યુગમાં લોકો લગ્ન, ઉચ્ચ શિક્ષણ, ઘર ખરીદી અથવા તબીબી સારવાર માટે મોટે ભાગે બેંકના દરવાજા ખખડાવીને પર્સનલ લોન પસંદ કરતાં હોય છે. આ વિકલ્પ વ્યક્તિના CIBIL સ્કોર પર સૌથી વધારે આધાર રાખે છે. જો તમે નોકરીયાત વર્ગ છો અને EMI રકમ તમારા પગારમાંથી ચૂકવી શકો છો તો પર્સનલ લોન એક સારો વિકલ્પ હોઈ શકે છે.

બેંક ઓવરડ્રાફ્ટ સુવિધા

બેંક ઓવરડ્રાફ્ટ એ બેંકની એક એવી ખાસ સુવિધા છે જે તમારા ખાતાની વિશ્વસનીયતા પર આધારિત છે. આ બેંકિંગ સુવિધા બેંકો એવા ગ્રાહકોને આપે છે જે તેમના વિશ્વસનીય અને જવાબદાર ગ્રહકોમાંથી એક હોય છે. આ સુવિધામાં બેંક ગ્રાહકને બચત અથવા ચાલુ ખાતામાં રહેલા રૂપિયા કરતાં વધારે રૂપિયા ઉપાડવાની મંજૂરી આપે છે. જો કે, બેંક આ સુવિધા પર વ્યાજ વસૂલ કરે છે. જો કોઈ વ્યક્તિને ટૂંકા ગાળા માટે પૈસાની જરૂર હોય છે તો એક સારો વિકલ્પ હોઈ શકે છે.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ

બેંક સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ દરેક વ્યક્તિએ ક્રેડિટ કાર્ડ શબ્દ ચોક્કસથી સાંભળ્યો હશે. કોઈ વ્યક્તિને તાત્કાલિક કોઈ વસ્તુ ખરીદવાની જરુંર પડી હોય જેમ કે મોલ કે દુકાનમાં તાત્કાલિક રૂપિયાની ચુકવણી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. જો તમારી નાણાકીય પરિસ્થિતિ અસ્થિર હોય, મતલબ કે દર માસે એક ચોક્કસ રકમ તમે પ્રાપ્ત નાથી કરતા તો તમારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.


  • Follow us on: