અમદાવાદ બુલિયન બજારમાં મંગળવારે સોનામાં 500 રૂપિયા અને ચાંદીમાં 4,000 રૂપિયા વધ્યા હતા. આ સાથે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 1,41,500 રૂપિયા અને પ્રતિ કિલો ચાંદીનો ભાવ 2,42,000 રૂપિયા થયો હતો.

વૈશ્વિક બજારમાં સોનું 14 ડોલર વધીને 4,451 ડોલર પ્રતિ 10 ગ્રામ થયું હતું. ચાંદી 160 સેંન્ટ વધીને 77.92 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ફેબ્રુઆરી માસનો વાયદો 356 રૂપિયા વધીને 1,38,476 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદીમાં માર્ચ માસનો વાયદો 3,645 રૂપિયા વધીને 2,49,800 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 21.80 ડોલર વધીને 4,473.30 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.

ચાંદી 1.66 સેંન્ટ વધીને 78.32 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. મુંબઇમાં સોનું 1,38,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. ચાંદી 2,49,970 રૂપિયા પ્રતિ કિલો થઇ હતી. અમદાવાદ સોના-ચાંદી બજારમાં છેલ્લા બે દિવસમાં સોનામાં 3,000 રૂપિયા અને ચાંદીમાં 9,000 રૂપિયાનો વધારો નોંધાયો છે. જે સોના-ચાંદીમાં તેજીના સંચારનો સંકેત દર્શાવે છે. આ ભાવ વધારા પાછળ અનેક દેશી-વિદેશી પરિબળો જવાબદાર છે. વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. અમેરિકન ડોલરમાં નબળાઇ અને વૈશ્વિક આર્થિક અનિચ્છિતતાને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળ્યા છે. શેરબજારમાં ઉતાર-ચઢાવ અને અન્ય રોકાણ વિકલ્પોમાં અનિચ્છિતતાને કારણે રોકાણકારો સોના-ચાંદીમાં મૂડી રોકી રહ્યા છે. જેના કારણે હાલ ભાવમાં તેજી જોવા મળી રહી છે.