સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ સ્પષ્ટતા કરી છે કે, જ્યારે સપ્લાયર્સ વેચાણ પછીની ફાઈનાન્સિયલ અથવા કોમર્શિયલ ક્રેડિટ નોટ્સ જારી કરે છે ત્યારે ખરીદદારોને ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) રિવર્સ કરવાની જરૂર રહેશે નહીં,

ભલે ચૂકવણી ડિસ્કાઉન્ટ પર કરવામાં આવી હોય. નાણાકીય અથવા વાણિજિયક ક્રેડિટ નોટએ સપ્લાયર દ્વારા જારી કરાયેલ દસ્તાવેજ છે,જે મૂળ કરપાત્ર મૂલ્ય અથવા જીએસટી જવાબદારી ઘટાડયા વિના વેચાણ પછીના ડિસ્કાઉન્ટ અથવા પ્રોત્સાહનો જેવા વાણિજિયક કારણોસર ચૂકવણી મૂલ્યને સમાયોજિત કરવા માટે આપવામાં આવે છે. બોર્ડે જણાવ્યું હતું કે, આવી ક્રેડિટ નોટ્સ સપ્લાયના કરપાત્ર મૂલ્યમાં ફેરફાર કરતી નથી અને તેથી સપ્લાયરની મૂળ કર જવાબદારી યથાવત રહે છે. ઉત્પાદકો દ્વારા ડીલરોને આપવામાં આવતી વેચાણ પછીની છૂટને સેવાઓ માટે વિચારણા તરીકે ગણવામાં આવશે નહીં. ફક્ત એવા કિસ્સામાં જ્યાં ડીલર્સ સ્પષ્ટ કરાર હેઠળ જાહેરાત અથવા સહ-બ્રાન્ડિંગ જેવી વિશિષ્ટ પ્રમોશનલ પ્રવૃત્તિઓ કરે છે, ત્યાં જીએસટી લાગુ થશે. બજાર નિષ્ણાતોએ આ પગલાંને આવકાર આપ્યો હતો.