અમદાવાદ સોના-ચાંદી બજારમાં શનિવારે માર્કેટમાં સોના-ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા. જેમાં કોઇ વઘ-ઘટ જોવા મળી નહોતી. ચાંદીએ 1,29,000 રૂપિયે કિલો અને સોનાએ 1,13,500 રૂપિયા 10 ગ્રામની સપાટી જાળવી રાખી હતી.

વૈશ્વિક બજારમાં સોનું 7 ડોલર ઘટીને 3,643 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 1 સેંન્ટ વધીને 42.29 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ઓક્ટોબર માસનો વાયદો 375 રૂપિયા વધીને 1,09,356 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદી 2 રૂપિયા વધીને 1,28,840 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.

કોમેક્સ બજારમાં સોનું 7.10 રૂપિયા વધીને 3,680.70 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 5.31 સેંન્ટ વધીને 42.68 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. વેપારીઓના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો સ્થિર રહેતા સ્થાનિક બજારમાં પણ શાંતિપૂર્ણ સ્થિતિ જોવા મળી હતી. હાલમાં ખરીદી સામાન્ય સ્તરે ચાલી રહી છે. તહેવારની સિઝન નજીક આવતા બજારમાં ફરી ચહલપહલ વધવાની શક્યતા છે.