આજે વૈશ્વિક બજારમાં હાજર સોનાએ પ્રતિ ઔંસ દીઠ 3,500 ડોલરની સપાટી પ્રથમ વાર પાર કરી 3,508.48 ડોલરની ટોચ બનાવી હતી. જોકે તે પછી ભાવ ઘટીને 3,476.48 ડોલરની સપાટીએ સ્થિર થયા હતા. યુએસ ગોલ્ડ ફ્યુચર્સમાં સોનાનો ડિસેમ્બરનો વાયદો 3,563.40ડોલર પર પહોંચ્યો હતો.


યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા ચાલુ મહિનામાં વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવશે એવી શક્યતાએ સોનાની માંગ વધતા ભાવમાં આ ઐતિહાસિક વધારો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે વૈશ્વિક બજારમાં ચાલુ વર્ષે સોનામાં અત્યાર સુધીમાં 32 ટકાનો વધારો જોવા મળ્યો છે. 2024માં આ ભાવમાં 27 ટકાનો વધારો થયો હતો અને માર્ચ, 2025માં સોનાએ સોપ્રથમ વાર 3,000 ડોલરની સપાટી વટાવી હતી. નિષ્ણાતોના મતે હાલમાં તમામ પરિબળો સોનાની તેજીની તરફેણણાં છે. મધ્યસ્થ બેંકો પણ ભરપુર સોનાની ખરીદી કરી રહી છે. ટ્મ્પની ટેરિફે મચાવેલા હાહાકારે સેફ હેવન તરીકે પણ સોનાની માંગ વધી છે. વધુમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરે એવી શક્યતા છે, ત્યારે ઓછા વ્યાજદરની સ્થિતિમાં સોનું સારું વળતર આપે છે એવી આશાએ પણ સોનાની માંગ વધી છે. બીજી તરફ ડોલર પણ નબળો પડી રહ્યો હોવાથી સોનાની તેજીને બળ મળ્યું છે. ફેડરલ રિઝર્વ દ્રારા વ્યાજદરમાં કેટલો ઘટાડો કરવામાં આવશે તે અંગે સંકેત માટે રોકાણકારો હવે શુક્રવારે યુએસના નોન-ફાર્મ પે રોલ ડેટા જાહેર થાય તેની રાહ જોઇ રહ્યા છે.


  • Follow us on: