અમદાવાદ સોના-ચાંદી બજારમાં મંગળવારે સોનામાં રૂ.1,000 અને ચાંદીમાં રૂ.2,000 તૂટયા હતા. આ સાથે 24 કેરેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને રૂ.1,26,000 થયો હતો. જ્યારે પ્રતિ કિલો ચાંદીનો ભાવ રૂ.1,56,000 થયો હતો. વૈશ્વિક બજારમાં સોનું 39 ડોલર ઘટીને 4,045 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 47 સેંન્ટ ઘટીને 50.55 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ડિસેમ્બર માસનો વાયદો રૂ.1,158 ઘટીને રૂ.1,21,769 પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીમાં ડિસેમ્બર માસનો વાયદો રૂ.2,011 ઘટીને પ્રતિ કિલો રૂ.1,53,301 થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 29.90 ડોલર ઘટીને 4,044.60 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 5.06 સેંન્ટ ઘટીને 50.20 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.

અમદાવાદ બુલિયન બજારમાં છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં સોનામાં રૂ.5,000 અને ચાંદીમાં રૂ.10,000નો ધરખમ ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક માર્કેટમાંથી મળતા સંકેતો, ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને ક્રૂડમાં ઉતાર-ચઢાવના કારણે ચાંદીના ભાવ સતત નબળા થઇ રહ્યા છે. ભારતમાં ફિઝિકલ ડિમાન્ડ પણ હાલમાં નબળી હોવાથી ભાવમાં ઘટાડો વધુ દેખાઇ રહ્યો છે. સોનાના દરોમાં પણ સતત નરમાઇ ચાલુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં જોવા મળતું સેલિંગ પ્રેશર, યુએસ બોન્ડ યિલ્ડમાં વધારો અને ફેડ રેટને લગતા સંકેતોને લીધે ગોલ્ડ પ્રાઇસ પર સીધો પ્રભાવ પડયો છે. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતા હવે ગ્રાહકો ફરી એકવાર ખરીદી તરફ આકર્ષાઇ રહ્યા છે. ડિસેમ્બર-જાન્યુઆરીના લગ્ન સિઝનને ધ્યાનમાં રાખીને જ્લેવર્સોનું માનવું છે કે, આગામી દિવસોમાં ઘરાકીમાં વધારો થઇ શકે છે. ત્યારે વેપારીઓનો અંદાજ છે કે, ભાવમાં થોડો ઉતાર-ચઢાવ રહેશે. પરંતુ હાલનો ઘટાડો ખરીદદારો માટે સારી તક છે.

અમદાવાદમાં મંગળવારના સોના-ચાંદીના ભાવ : ધાતુ ભાવ (રૂ.માં) : ચાંદી ચોરસા - 1,56,000,

સોનું 999 - 1,26,000, સોનું 995 - 1,25,700, હોલમાર્ક દાગીના - 1,23,480. (નોંધઃ સોનાના ભાવ 10 ગ્રામના, ચાંદીના કિલોના છે)