સોનાના ભાવ સતત રેકોર્ડ હાઇ લેવલ બનાવી રહ્યા છે. અમદાવાદમાં આજે પ્રતિ 10 ગ્રામ સોનું ફરી નવી રૂ. 1,10,000 ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. જે છેલ્લા પાંચ દિવસમાં રૂ.5700 પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે.

બીજી તરફ ચાંદીમાં પ્રોફ્ટિ બુકિંગ વધ્યું છે. ચાંદી આજે તેની રૅકોર્ડ ટોચથી રૂ. 3000 તૂટી રૂ. 1,22,000 પ્રતિ કિગ્રા થયુ છે. નવરાત્રી દિવાળી પહેલા જ સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચતા સામાન્ય વ્યક્તિ માટે કિંમતી ધાતુની ખરીદી મુશ્કેલ બની છે. વૈશ્વિક બજારોમાં પણ સતત અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાથી સોના ચાંદીના ભાવ ઝડપથી વધ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં શુક્રવારે સોનાના ભાવ રૂ.500 વધ્યા હતા. આમ 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ.1,10,000 એટલે કે રૂ.1.10 લાખ થયો છે. જયારે ગુરુવારે સોનાનો ભાવ રૂ.1,09,500 પ્રતિ 10 ગ્રામ હતો. 99.5 શુદ્ધ 23 કેરેટ સોનાનો ભાવ રૂ.500 વધીને રૂ.1,09,700 છે. સોનાના હોલમાર્ક દાગીનાનો ભાવ રૂ.1,07,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.શુક્રવારે સોનાના ભાવ રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા હતા જ્યારે ચાંદી સસ્તી થઇ હતી. અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી રૂ.3000 સસ્તી થઇ હતી. 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ રૂ.1.22 લાખ થયો હતો, જે ગુરુવારે રૂ.1,25,000ની ટોચે પહોંચ્યા હતા. રૂપુ ચાંદીનો ભાવ રૂ.1,21,800 બોલાયો હતો.વાયદા બજારમાં પણ સોના ચાંદીના ભાવ વધ્યા હતા. એમસીએક્સ સોનું રૂ.250 વધી રૂ.1,06,663 બોલાતું હતું. તો એમસીએક્સ ચાંદી વાયદો રૂ.500 વધી રૂ.1,24,248 ટ્રેડ કરી રહી હતી. નિષ્ણાતોના મતે ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાના સંકેતો અને જિઓ-પોલિટિકલ ક્રાઇસિસના કારણે કિંમતી ધાતુમાં રોકાણ વધી રહ્યું છે.