અમદાવાદ સોના-ચાંદી બજારમાં ગુરૂવારે સોના અને ચાંદી બંને ધાતુઓમાં ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. જેમાં સોનું 300 રૂપિયા ઘટીને 1,13,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. જ્યારે ચાંદી 500 રૂપિયા ઘટીને 1,25,500 રૂપિયા પ્રતિ કિલો થઇ હતી. વૈશ્વિક બજારમાં સોનું 34 ડોલર ઘટીને 3,621 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 17 સેંન્ટ ઘટીને 41.08 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ઓક્ટોબર માસનો વાયદો 311 રૂપિયા ઘટીને 1,08,675 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીમાં ડિસેમ્બર માસનો વાયદો 60 રૂપિયા ઘટીને 1,25,120 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.

કોમેક્સ બજારમાં સોનું 26.20 ડોલર ઘટીને 3,655.80 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 0.70 સેંન્ટ ઘટીને 41.53 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.

અમદાવાદમાં ગુરુવારના સોના-ચાંદીના ભાવ

ધાતુ નો ભાવ : ચાંદી ચોરસા - 1,25,500 ,સોનું 999 - 1,13,000, સોનું 995 - 1,12,700 , હોલમાર્ક દાગીના - 1,10,740

(નોંધઃ સોનાના ભાવ 10 ગ્રામના,અને ચાંદીના કિલોના છે.)

સતત 19 દિવસથી સોનું વિક્રમી સપાટી બનાવી રહ્યું હતું !

તારીખ પ્રમાણે ભાવ : 23 ઓગષ્ટ - 1,03,500 , 25 ઓગષ્ટ - 1,03,800 , 26 ઓગષ્ટ - 1,03,800 , 28 ઓગષ્ટ - 1,04,600 ,29 ઓગષ્ટ - 1,05,500 , 30 ઓગષ્ટ - 1,06,700, 1 સપ્ટેમ્બર - 1,07,700, 2 સપ્ટેમ્બર - 1,08,000 , 3 સપ્ટેમ્બર - 1,09,200, 4 સપ્ટેમ્બર - 1,09,500 , 5 સપ્ટેમ્બર - 1,10,000 , 6 સપ્ટેમ્બર - 1,11,000, 8 સપ્ટેમ્બર - 1,12,000 . 9 સપ્ટેમ્બર - 1,13,200 , 10 સપ્ટેમ્બર - 1,13,300 , 11 સપ્ટેમ્બર - 1,13,000 ,

(નોંધઃ સોનાના ભાવ 10 ગ્રામના છે)