ચાલુ વર્ષે સ્ટાર્ટઅપ્સ દ્વારા નોંધપાત્ર પબ્લિક માર્કેટ પ્રવૃત્તિ જોવા મળી રહી છે, ત્યારે માર્કેટમાં પર્દાપણની તૈયારી કરી રહેલી ન્યુ એજ ટેક કંપનીઓ પૈકી અડધી કંપનીઓ હજુ પણ ખોટમાં ચાલી રહી છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, બજાર નિયમનકાર સિક્યુરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ પોતાના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કર્યા હોય અથવા આવું કરવાની તૈયારી કરી રહી હોય તેવી 42 કંપનીઓમાંથી 21 કંપનીઓએ પોતાના છેલ્લા નાણાંકીય અહેવાલોમાં ચોખ્ખી ખોટ નોંધાવી છે.


જો કે આ સ્થિતિ અંગે બજાર નિષ્ણાતોએ સમજાવતાં જણાવ્યું હતું કે, પરંપરાગત ઉત્પાદન કંપનીઓ જે તેમની બેલેન્સ શીટ પર જમીન અને મશીનરી જેવા મોટા ખર્ચનો ઉપયોગ કરે છે, તેનાથી વિપરીત સ્ટાર્ટઅપ્સ તેમના મોટાભાગનો ખર્ચ વૃદ્ધિ અને ગ્રાહક સંપાદન પાછળ કરે છે. જે સીધી રીતે નફો અને નુકસાન પર અસર કરે છે. જેથી તેઓ ઘણીવાર યુનિટ ઈકોનોમિક્સ સ્તરે નફાકારક હોવા છતાં ખોટ કરતાં દેખાય છે. જેથી ચોખ્ખા નફા કરતાં ઓપરેટિંગ મેટ્રિક્સ જોવા વધુ અર્થપૂર્ણ છે.

ખોટ કરતાં સ્ટાર્ટઅપ્સમાં એડટેક યુનિકોર્ન ફિઝિક્સવાલ્લાહ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશો અને ફ્લિપકાર્ટ, લોજિસ્ટિક્સ કંપનીઓ શિપ્રોકેટ અને શેડોફેક્સ, ફિનટેક પેયુ, ફોનપે અને ઈનોવિટી, ક્વિક કોમર્સ યુનિકોર્ન ઝેપ્ટો, મીટ ડિલીવરી સ્ટાર્ટઅપ લિસિયસ, ગાદલા બનાવતી કંપની વેકફિટ અને એફ એન્ડ બી હાઉસ ઓફ બ્રાન્ડ્સ ક્યોરફૂડ્સ અને રેબેલ ફૂડ્સનો સમાવેશ થાય છે. પડદા પાછળની ગણતરી દર્શાવે છે કે, આ 21 સ્ટાર્ટઅપ્સનું સંયુક્ત નુકસાન રૂ.12,000 કરોડથી વધુ હતું, જેમાં મોટાભાગે ફ્લિપકાર્ટ, ફોનપે, ઝેપ્ટો અને ઝેત્વર્કનો સમાવેશ થાય છે.

કંપનીઓ માટે લિસ્ટિંગ થવા ચોખ્ખો નફો નોંધાવવો ફરજિયાત નથી, પરંતુ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના ધોરણો જણાવે છે કે, અરજી કરતાં પહેલાંના ત્રણ નાણાંકીય વર્ષોમાંથી ઓછામાં ઓછા કોઈપણ બે વર્ષ માટે વ્યાજ, ઘસારો અને કર પહેલાં તેમનો ઓપરેટિંગ નફો અથવા કમાણી હોવી જરૂરી છે. અલબત્ત ઘણાં રોકાણકારો સ્ટાર્ટઅપની આઈપીઓ તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે મૂળભૂત બાબતોથી આગળ જુએ છે.

સ્ટાર્ટઅપ્સની આવી સ્થિતિ અંગે નિષ્ણાતો દ્વારા અપાયેલી વિસ્તૃત સમજ

સ્ટાર્ટઅપ્સની આવી સ્થિતિ અંગે વિસ્તૃત સમજ આપતાં બજાર નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, પરંપરાગત ઉત્પાદન કંપનીઓ જે તેમની બેલેન્સ શીટ પર જમીન અને મશીનરી જેવા મોટા ખર્ચનો ઉપયોગ કરે છે, તેનાથી વિપરીત સ્ટાર્ટઅપ્સ તેમના મોટાભાગનો ખર્ચ વૃદ્ધિ અને ગ્રાહક સંપાદન પાછળ કરે છે, જે સીધી રીતે નફો અને નુકસાન પર અસર કરે છે, તેઓ ઘણીવાર યુનિટ ઈકોનોમિક્સ સ્તરે નફાકારક હોવા છતાં ખોટ કરતાં દેખાય છે, જેથી ચોખ્ખા નફા કરતાં ઓપરેટિંગ મેટ્રિક્સ જોવા વધુ અર્થપૂર્ણ છે

નુકસાન કરતાં સ્ટાર્ટઅપ્સ (નાણાં વર્ષ 2023-24) : સ્ટાર્ટઅપખોટ (રૂ.કરોડમાં) : ફ્લિપકાર્ટ - 4,248 , ફોનપે - 1,996, ઝેપ્ટો -1,249, ઝેટવેક - 919

શીપરોકેટ 595 : નફો કરતાં સ્ટાર્ટઅપ્સ : નાણાં વર્ષ અને સ્ટાર્ટઅપ નફો રૂ.કરોડમા : 2024-25 ગ્રો 1,819, 2023-24 ઓફ બિઝનેસ 602, 2024-25 ઈનફ્રા. માર્કેટ 492, 2024-25 લેન્સકાર્ટ 297, 2024-25 અર્બન કંપની 240.


  • Follow us on: