ડોનાલ્ડ ટ્રમ્પે 90થી વધુ દેશોમાંથી આયાત થતા માલ પર ટેરિફ લગાવ્યો છે, જેના કારણે વૈશ્વિક બ્રાન્ડ્સ તો મોંઘા થઈ રહ્યા છે, સાથે સાથે તેનો અસર અમેરિકન બ્રાન્ડ્સ પર પણ પડી રહ્યો છે. વૈશ્વિક તેમજ સ્થાનિક બ્રાન્ડ્સ હવે ભાવ વધારવા માટે મજબૂર બની રહ્યા છે.

ટેરિફની સીધી અસર
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફનો હવે સ્પષ્ટ અસર દેખાઈ રહ્યો છે. હવે અમેરિકન ગ્રાહકોને આયાતી પ્રોડક્ટ્સ માટે વધુ કિંમત ચુકવવી પડી રહી છે. Adidas, Walmart અને Nike જેવી મોટી કંપનીઓએ તેમના ઉત્પાદનના ભાવ આવનારા સમયમાં વધારવાના છે. એક્સપર્ટનુ માનવુ છે કે જે પ્રમાણ ટેરિફ લાદવામાં આવ્યા છે તેને કારણે હજુ આગળ તો જોવો શું શું અને કેટલું વધે છે.

હર્મિસે પહેલાથી જ ભાવ વધાર્યા
મશહૂર બિરકીન બેગ બનાવતી કંપની હર્મિસે જણાવ્યું છે કે તેણે અમેરિકામાં ટેરિફની અસરથી બચવા માટે કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીના અધિકારી એરિક ડૂ હેલ્ગોટે કહ્યું કે, અમે જે ભાવમાં વધારો કરી રહ્યા છીએ તે માત્ર અમેરિકન માર્કેટ માટે જ હશે. કારણ કે ટેરિફ માત્ર ત્યાં લાગુ છે.

વોલમાર્ટ અને Amazon પર પણ ભાવ વધ્યા
ટેરિફની ઈફેક્ટ ઓનલાઇન ખરીદદારો પર પણ પડ્યો છે. રિપોર્ટ અનુસાર, Amazon પર વેચાતા ચીનથી બનેલા 1,400થી વધુ પ્રોડક્ટ્સની સરેરાશ કિંમત જાન્યુઆરીથી જૂન વચ્ચે 2.6% જેટલી વધી છે. CNBCના રિપોર્ટ પ્રમાણે Walmart જે અમેરિકાનું સૌથી મોટું રિટેલર છે. તેણે મે થી જૂન વચ્ચે કેટલીક વસ્તુઓના ભાવમાં 51% સુધીનો વધારો કર્યો છે.

ટ્રમ્પનો દાવો – ટેરિફથી કરોડો ડોલર આવી રહ્યા છે
જ્યારે અમેરિકામાં ભાવ વધી રહ્યા છે, ત્યારે ટ્રમ્પ ટેરિફને પોતાની જીત માની રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે અરબો ડોલર હવે અમેરિકા આવી રહ્યા છે અને આ ટેરિફથી સ્થાનિક રોજગારી અને ઉત્પાદન વધશે. તેમનું કહેવું છે કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો 27 ઑગસ્ટથી ભારત પર લાગુ 25% ટેરિફને વધારીને 50% કરવામાં આવશે.  હાલ હાલમાં 25% ટેરિફ લાગુ છે.