છેલ્લા એક વર્ષમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ)એ ભારતમાં કુલ 27.3 અબજ ડોલરના મૂલ્યના સ્ટોક્સનું વેચાણ કર્યું છે.


જે એશિયાના અન્ય સમકક્ષોની તુલનાએ સૌથી ઊંચો આંકડો છે, એમ ડેટામાં દર્શાવવામાં આવ્યું હતું. જો કે જાપાન અને તાઈવાનના માર્કેટ સિવાય એફપીઆઈએ એશિયાના અન્ય શેરબજારમાં પોતાના પોર્ટફોલિયોમાં ઘટાડો કર્યો છે. એફપીઆઈએ દક્ષિણ કોરિયામાં 9.5 અબજ ડોલર અને ઈન્ડોનેશિયા તથા મલેશિયા પ્રત્યેકના માર્કેટમાં 5.6 અબજ ડોલરનો આઉટફ્લો નોંધાવ્યો હતો.

છેલ્લા એક વર્ષના FPI ના વલણ પર નજર : દેશ : રોકાણ વલણ : (અબજ ડોલરમાં) : ભારત - 27.3, સાઉથ કોરિયા - -9.5, ઈન્ડોનેશિયા - -5.6, મલેશિયા- -5.6, વિયેતનામ -4.6, થાઈલેન્ડ -4.4, ફિલિપાઈન્સ -1.0, શ્રીલંકા - 0.1, તાઈવાન - 0.8, જાપાન - 15.0


  • Follow us on: