ભારત માટે યૂરોપથી સારા સમાચાર આવ્યા છે. ખાસ વાત એ છે કે જે ડિલ અત્યાર સુધી અમેરિકા સાથે ના થઈ શકી તે યૂરોપના 4 મોટા દેશમાં થઈ ગઈ છે, જેની જાણકારી દેશના કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મંત્રી પીયૂષ ગોયલે શનિવારે આપી છે. તેમને કહ્યું કે ભારત અને 4 દેશના યૂરોપીય ગ્રુપે EFTAની વચ્ચે ફ્રી ટ્રેડ વેપાર 1 ઓક્ટોબરથી લાગુ થશે.

15 વર્ષમાં 100 અરબ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા

બંને પક્ષે 10 માર્ચ 2024એ વેપાર અને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા, આ કરાર હેઠળ ભારતને આ ગ્રુપે 15 વર્ષમાં 100 અરબ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા પ્રાપ્ત થઈ છે. જ્યારે સ્વિસ ઘડીયાળ, ચોકલેટ અને પોલીશ કરેલા હીરા જેવા ઘણઆ ઉત્પાદનો પર ઓછી અથવા ઝીરો ટકાની પરવાનગી આપવામાં આવી છે.

https://twitter.com/PiyushGoyal/status/1946479740619284875

100 અરબ ડોલર અને 10 લાખ નોકરી

પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કહ્યું કે ભારત-EFTA કરાર 1 ઓક્ટોબરથી લાગુ થશે. યૂરોપીય મફત વ્યાપાર સંઘના સભ્ય આઈસલેન્ડ, લિકટેસ્ટીન, નોર્વે અને સ્વિઝરલેન્ડ છે. આ સંગઠને 100 અરબ ડોલરના રોકાણની પ્રતિદ્ધતા જણાવી છે. આ કરાર હેઠળ 10 વર્ષની અંદર 50 અરબ ડોલર અને આગામી 5 વર્ષમાં 50 અરબ ડોલરનું રોકાણ થશે. જેનાથી ભારતમાં 10 લાખ રોજગારીનું સર્જન થશે. આ કરાર હેઠળ, ભારત તેની ટેરિફ લાઈન અથવા ઉત્પાદન શ્રેણીઓનો 82.7 ટકા હિસ્સો ઓફર કરી રહ્યું છે. જે EFTA નિકાસના 95.3 ટકાને આવરી લે છે, જેમાંથી 80 ટકાથી વધુ આયાત સોનાની છે. ઘડિયાળો, ચોકલેટ, બિસ્કિટ અને દિવાલ ઘડિયાળો જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા સ્વિસ ઉત્પાદનો સ્થાનિક ગ્રાહકોને ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. કારણ કે ભારત વેપાર કરાર હેઠળ 10 વર્ષમાં આ વસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટી તબક્કાવાર દૂર કરશે.