નવમી સપ્ટેમ્બરના રોજ એક પરિપત્ર જાહેર કરી ઉત્પાદકો અને આયાતકારો માટે માલ અને સેવા કર (જીએસટી)ના દરમાં ઘટાડા અનુસાર ન વેચાયેલા સ્ટોકના મહત્તમ છૂટક ભાવ (એમઆરપી)માં સુધારો કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું, હવે આ પરિપત્રની સમીક્ષા કરવામાં આવી રહી છે. બિઝનેસ જગતનું કહેવું છે કે, જીએસટીના ઘટાડા મુજબ, કિંમતોમાં સંપૂર્ણ ઘટાડો કરવાનું કામ મુશ્કેલ બની શકે છે. કેમ કે, તેમણે તેમની પાસે જે સ્ટોક પડયો છે, તેની પર વધુ ઈનપુટ ટેક્સ ચૂકવ્યો હશે. જેની માટે તેમને રિફંડ કરવામાં આવશે નહીં.

એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, બિઝનેસ જગતે કેન્દ્રીય નાણાં મંત્રાલય અને ગ્રાહક બાબતોના વિભાગ સમક્ષ આ મામલે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. જેથી સંબંધિત વિભાગે વિતરકો અને ડીલરો માટે ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)ના મુદ્દાને કેવી રીતે ઉકેલવો તે અંગે વિચારણા હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર 31 ડિસેમ્બર સુધી આ ખર્ચને સુધારેલા ભાવ સાથે સમાયોજિત કરવાનું વિચારી શકે છે. વધુમાં સરકાર એ મામલે સ્પષ્ટતા કરી શકે છે કે, આ પરિપત્ર નાના પેકેટમાં વેચાતાં શેમ્પૂ અને સોસ જેવી વસ્તુઓ પર કેવી રીતે લાગુ થઈ શકે છે, જેની કિંમત રૂ.1 અને રૂ.5 છે. કેમ કે, આવી વસ્તુઓના મામલે મૂલ્ય સંશોધન કરવાનું કામ કપરું છે, અને તેવી વસ્તુઓ પર કેવી રીતે અમલ કરવો જે પહેલાથી જ ડિસ્કાઉન્ટ કિંમતે વેચાઈ ચૂકી છે, તેમજ જ્યાં સ્તર કરતાં અસરકારક કિંમત ઓછી છે, ત્યાં પણ આ પરિપત્રનો અમલ કેવી રીતે કરવો તે અંગે પણ ખુલાસો કરવામાં આવી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જીએસટી ઘટાડાથી બિઝનેસને બેવડો માર પડી શકે છે. દરમાં કાપ મૂકવાથી એક તરફ આઈટીસીના સંચય તરફ દોરી શકે છે અને બીજી તરફ કોઈ ઈન્વર્ટેડ દર રિફંડ પણ મળી શકે તેમ નથી. આ પરિપત્ર અંગે સમીક્ષા કરવાથી બિઝનેસને રાહત મળશે. સંચિત આઈટીસી અસરને ધ્યાનમાં રાખીને માલના ભાવ ઘટાડવામાં થોડી સુગમતા, પરિવહન સમય દરમિયાન વ્યવસાયોને અમુક અંશે મદદ કરશે, તેવી અપેક્ષા છે.

પ્રાઈઝ પઝલ

વેચાયેલા વિના પડી રહેલા સ્ટોક પર જમા આઈટીસીના કારણે બિઝનેસ જગતને વસ્તુઓની કિંમત પર સંપૂર્ણપણે ઘટાડો કરવામાં મુશ્કેલી આવી રહી છે

• 12 ટકા અને પાંચ ટકાના સ્લેબમાં ફેરફાર કરવાથી એફએમસીજી, પેકેજિંગ ક્ષેત્રોમાં ઈન્વર્ટેડ ડયૂટીની સ્થિતિ પેદા થઈ છે

• શેમ્પૂ અને સોસ જેવા નાના પેકેટમા વેચાતી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુખ્ય બાબત છે

• નવા નિયમો હેઠળ ડિસ્કાઉન્ટ રેટ પર વેચાતી વસ્તુઓ એમઆરપીમાં સુધારો કરવાની પ્રક્રિયાને જટિલ બનાવે છે

કોન્ટ્રાક્ટર્સ અને હોટલ માલિકોની જીએસટી અને આઈટીસી અંગે સ્પષ્ટતા કરવાની માંગ

સીબીઆઈસી સાથેની બેઠક દરમિયાન ક્ન્સ્ટ્રક્શન અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝે સરકારી કોન્ટ્રાક્ટના કામો પર જીએસટી ચૂકવણી માટે એક ખાસ પદ્ધતિની જરૂરિયાતથી માંડી આઈટીસી અંગે સ્પષ્ટતા કરવા સુધીના મુદ્દા ઉઠાવ્યા હતા, ફાર્મા અને મેડટેક કંપનીઓ પરિવહન સમય અને સરળ રિફંડની માંગ કરી રહ્યાં છે