વર્ષ 1980માં જ્યારે ઇન્ટરનેટ નવું હતું. ત્યારે દરેક દેશને તેની વેબસાઇટનું નામ મળ્યું હતુ. ત્યારે આ એંગુઇલાને મળેલા નામનુ કોઇ મહત્ત્વ સમજ્યુ ન હતુ. પણ હવે તે દુનિયાભરમાં પ્રખ્યાત થયુ છે.
એંગુઇલાને કરોડોમાં કરાઇ રહી છે ચૂકવણી
જેમ કે US.com અમેરિકાને અને UK.com બ્રિટનને. તે સમયે, નાના કેરેબિયન દેશ એન્ગુઇલાને .ai નામ મળ્યું. જેને તે સમયે બહુ મહત્વ આપવામાં આવતું ન હતું. જો કે, હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે AIના આગમન પછી, ઘણી કંપનીઓ .ai ડોમેન માટે એંગુઇલાને ચૂકવણી કરે છે. જેમાંથી તે ઘણા પૈસા કમાઈ રહી છે. અમેરિકન ટેક લીડર ધર્મેશ શાહે આ વર્ષની શરૂઆતમાં you.ai સરનામું મેળવવા માટે $7 લાખ એટલે કે ₹5.81 કરોડ ખર્ચ્યા હતા. ડોમેન નામ નોંધણી પર નજર રાખતી એક વેબસાઇટ અનુસાર, છેલ્લા 5 વર્ષમાં .ai ડોમેન ધરાવતી વેબસાઇટ્સની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે.
તોફાનોને કારણે પ્રવાસન વિભાગને નુકસાન
અન્ય કેરેબિયન ટાપુઓની જેમ એંગુઇલાની અર્થવ્યવસ્થા પણ પર્યટન પર નિર્ભર છે. એંગુઇલા હાલમાં અમેરિકન પ્રવાસીઓ માટે એક પ્રિય સ્થળ છે. એંગુઇલા સરકારના ડેટા અનુસાર, ગયા વર્ષે રેકોર્ડ 111,639 લોકોએ અહીં મુલાકાત લીધી હતી. આમ છતાં, દર વર્ષે આવતા તોફાનોને કારણે એંગુઇલાના પ્રવાસનને નુકસાન થાય છે. એંગુઇલા સંપૂર્ણપણે ઉત્તર એટલાન્ટિક વાવાઝોડા પટ્ટામાં સ્થિત છે. તેથી, વેબસાઇટ ડોમેન નામોના વેચાણથી થતી આવક એંગુઇલાના અર્થતંત્રને સંચાલિત કરવામાં અને તોફાનોને કારણે થતા નુકસાનનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
ગયા વર્ષે 342 કરોડ રૂપિયા કમાવ્યા
2025 ના બજેટ દસ્તાવેજમાં, એંગુઇલા સરકારે જણાવ્યું હતું કે તેણે 2024 માં ડોમેન નામોના વેચાણથી 105 મિલિયન પૂર્વીય કેરેબિયન ડોલર એટલે કે 342 કરોડ કમાયા હતા. આ ગયા વર્ષે તેની કમાણીનો લગભગ એક ચતુર્થાંશ ભાગ હતો. IMF અનુસાર, એંગુઇલા સરકારને અપેક્ષા છે કે AI.comની આવક આ વર્ષે 132 મિલિયન પૂર્વીય કેરેબિયન ડોલર એટલે કે 430 કરોડ અને 2026માં $138 મિલિયન 449 કરોડ થશે.
