શેર બજારમાં રોકણ કરવાની પદ્ધતિ જેમ જેમ સરળ બની છે તેમ તેમ તેના દ્વારા સ્કેમ પણ ખૂબ વધી રહ્યા છે. દરરોજ કોઇને કોઇ કંપનીઓ પર સેબીનો ડંડો પડતો રહે છે. હાલમાં જ અમેરિકાની મોટી ગ્લોબલ એલ્ગો ટ્રેંડિગ કંપની જેન સ્ટ્રીટનો મામલો ઘણો ચર્ચામાં રહ્યો હતો. કંપનીના ફ્યુચર અને ઓપ્શનની આડમાં રોકાણકારોના હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. એવી જ રીતે માર્કેટમાં એક પંપ એન્ડ ડમ્પ સ્કીમ ચાલે છે, જેના દ્વારા મોટાં મોટાં રોકાણકારો રિટેલ રોકાણકારોના મહેનતની કમાણી ચૂસી લે છે. આવો જાણીએ આ પંપ એન્ડ ડંપ સ્કીમ છે શું?
માર્કેટમાં પંપ એન્ડ ડમ્પ સિસ્ટમ ઘણાં દિવસથી કામ કરી રહી છે. આ એક પ્રકારનું નાણાકીય ફ્રોડ છે. જેમાં સ્કેમર કોઇ ખાસ શેરની કિંમત પહેલાં જ ખરીદીને વધારાવી દે છે. પછી બાદમાં કિંમત વધવા પર તે કંપનીઓમાંથી પોતાના શેર વેચીને નીકળી જાય છે. ત્યાર બાદ કંપનીના શેર એકાએક પ઼ડી જાય છે. આ પ્રક્રિયાને જ માર્કેટની ભાષામાં પંપ એન્ડ ડમ્પ કહેવાય છે.
પંપ એન્ડ ડંપ સ્કેમ છે શું ?
પંપ એન્ડ ડમ્પમાં મોટાં રોકાણકારો પહેલાં કોઇ પેની સ્ટોક અથવા ઓછી કિંમતનો સ્ટોક પસંદ કરે છે. પછી તે કંપનીના શેર મોટાં પ્રમાણમાં ખરીદી લે છે. ત્યાર બાદ તે સોશિયાલ મીડિયા પ્લેટફોર્મ જેવાં કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર તેનો પ્રચાર કરે છે. બાદમાં લોકો તેને ધીરે ધીરે તે સ્ટોક વિશે જાણવા લાગે છે અને તેમાં રોકાણ કરે છે. જેનાથી સ્ટોકની વેલ્યુ વધી જાય છે અને જેવી તેની વેલ્યુ વધે છે મોટાં રોકાણકારો પોતાના પૈસા નીકાળી લે છે અને તે એકાએક નીચે પડી જાય છે. આવું થવાથી નાના રોકાણકારોને નુકસાન વેઠવું પડે છે.
ઉદાહરણ તરીકે કોઇ એક શેરની કિંમત 5 રૂપિયા છે. તો પંપ એન્ડ ડમ્પ કરવા વાળા કંપનીના લાખો શેર ખરીદે છે. બાદમાં તેનો પ્રચાર કરવા લાગે છે. જેનાથી રિટેલ રોકાણકારો તેમાં નિવેશ કરે છે. 5 રૂપિયા વાળો શેર 7 કે 8 રૂપિયા થતાં થતાં અનેક રોકાણકારો તેને ખરીદી ચૂક્યા હોય છે. ત્યાર બાદ આવાં સ્કેમર્સ પોતાના રૂપિયા આ શેર વેચીને કાઢી લે છે. જેનાથી કંપનીની વેલ્યુ ઓછી થઇ જાય છે અને શેરના ભાવ પડી જાય છે. એવામાં શેર માર્કેટમાંથી કમાણીની ઇચ્છા રાખનાર નાના રોકાણકારોની કમાણી ડૂબી જાય છે.