રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ જણાવ્યું હતું કે, ફોનપે ટેકનોલોજી સર્વિસિસ અને આદિત્ય બિરલા ફાઈનાન્સ સહિત નવ નોન-બેકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી)એ વિવિધ કારણોસર તેમના નોંધણી પ્રમાણપત્રો સરેન્ડર કર્યા છે.
બીજી તરફ અન્ય એક અહેવાલમાં આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેના દ્વારા 31 એનબીએફસીની નોંધણી રદ્દ કરવામાં આવી છે. આદિત્ય બિરલા ફાઈનાન્સે પેરેન્ટ કંપની સાથે જોડાણ બાદ પ્રમાણપત્ર સરેન્ડર કર્યું છે. આરબીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે, આરબીજી લીઝિંગ એન્ડ ક્રેડિટ પ્રાઈવેટ લિમિટેડ અને યશિલા ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની પ્રાઈવેટ લિમિટેડને જારી કરાયેલ પ્રમાણપત્ર એપેલેટ ઓથોરિટી દ્વારા પસાર કરવામાં આવેલા આદેશને ધ્યાનમાં રાખીને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય બેંકે બંને એનબીએફસીને લાગુ જોગવાઈઓ અને માર્ગદર્શિકાઓનું પાલન કરવાની સલાહ આપી છે, જેમાં રેપોર્ટિંગ આવશ્યકતાઓ સામેલ છે.
