હાલમાં ભારતના પ્રાયમરી માર્કેટમાં મોટા કદના આઇપીઓ ભરણાં માટે ખુલ્લા છે તેના કારણે આવનારા સંભવિત વિદેશી ફંડોના પ્રવાહની અસરની ડોલરની મજબૂતાઇએ સરભર કરતાં આજે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો એક પૈસા વધીને 88.78ની સપાટીએ બંધ રહ્યો હતો.


આ સાથે ચાલુ કેલેન્ડર વર્ષ 2025માં રૂપિયો 3.70 ટકા ઘટયો છે. ગઇ કાલના 88.79ના બંધ સ્તરની તુલનાએ આજે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો 7 પૈસા વધીને 88.72ની સપાટીએ ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 88.69ની હાઇ અને 88.79ની લો સપાટી બનાવ્યા પછી સેશનના અંતે 88.78 પર બંધ રહ્યો હતો. દરમિયાન છ અગ્રણી વૈશ્વિક કરન્સિ સામે ડોલરની મજબૂતાઇ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ આજે 0.34 ટકા વધીને 98.44 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.27 ટકા ઘટીને પ્રતિ બેરલ 65.29 ડોલરની સપાટીએ ટ્રેડ થતું હતું.


  • Follow us on: