અમદાવાદ સોના-ચાંદી બજારમાં મંગળવારે ચાંદીએ 1,000 રૂપિયાના વધારા સાથે તેની નવી ઓલટાઇમ હાઇ સપાટી 1,08,000 મેળવી હતી. જ્યારે સોનામાં એક ઝાટકે 2,200 રૂપિયા તૂટતા સોનું છેલ્લા 14 દિવસની તેની ન્યુનત્તમ સપાટી 1,00,300 રૂપિયાએ પહોંચી ગયું હતું. વૈશ્વિક બજારમાં સોનું 50 ડોલર ઘટીને 3,325 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 7 સેંન્ટ વધીને 36.29 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ઓગષ્ટ માસનો વાયદો 2,178 રૂપિયા તૂટીને 97,120 રૂપિયા પ્રતિ 10ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીમાં જુલાઇ માસનો વાયદો 937 રૂપિયા ઘટીને 1,05,822 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 59.80 ડોલર ઘટીને 3.335.10 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. કોમેક્સ ચાંદી 0.72 સેંન્ટ ઘટીને 36.115 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. ઇરાન-ઇઝરાયલ વચ્ચે સીઝફાયર થઇ જતા સોનાનો હાલ દમ તૂટયો છે. જ્યારે ચાંદીના પણ વળતા પાણી થશે તેવું જાણકારોનું માનવું છે. સોનામાં ચાલુ માસનો સૌથી મોટો કડાકો બોલાયો છે. જ્યારે ચાંદી સ્થાનિક સ્તરે ચમકી રહી છે પરંતુ MCX માર્કેટમાં તેમાં પણ મંગળવારે 9 37 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો. ચાલુ વર્ષે અમદાવાદમાં સોનું અત્યાર સુધીમાં 20,200 રૂપિયાના ભાવ વધારા સાથે ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ચાંદી 17,500 રૂપિયાના વધારા સાથે બજારમાં ટ્રેડ કરી રહ્યું છે. જૂન માસમાં જ ચાંદીમાં 10,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે સોનામાં ફક્ત 800 રૂપિયા ભાવ વધ્યા છે.
અમદાવાદમાં મંગળવારે સોના-ચાંદીના ભાવ :
