અમેરિકાની અદાલતે એક ડિફોલ્ટ ચુકાદામાં બૈજુસના રવિન્દ્રન બૈજુને એક અબજ ડોલરથી વધુની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે. અમેરિકાની એક નાદારી અદાલતે ફંડ શોધવાની પ્રક્રિયામાં અવરોધ પેદા કરવા બદલ બૈજુ રવિન્દ્રનને ડિફોલ્ટ જાહેર કર્યો હતો અને 1.07 અબજ ડોલર ચૂકવવા આદેશ કર્યો હતો. કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદામાં આદેશોની અવગણના, ગુમ થયેલા આલ્ફા ફંડ્સ અને કથિત ભંડોળના ડાયવર્ઝનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પહેલાથી પ્રતિબંધાત્મક આદેશ જારી હોવા છતાં બૈજુ રવિન્દ્રનને ફંડના ઉપયોગનો હિસાબ પણ આપવો પડશે. બૈજુ રવિન્દ્રન અમેરિકાની કોર્ટના આ ડિફોલ્ટ ચુકાદાને પડકારશે તેવું જાણવા મળ્યું હતું.
ડિફોલ્ટ ચુકાદો ત્યારે આપવામાં આવે છે જ્યારે કોઈ કાનૂની પક્ષકાર કોર્ટ સુનાવણી વખતે હાજર રહેતો નથી અથવા કોર્ટના આદેશોની અવગણના કરે છે, જેથી ટ્રાયલ ચલાવ્યા વિના કોર્ટ દ્વારા કેસમાં ચુકાદો આપવામાં આવે છે.2021માં ડેલવેરમાં સ્થાપિત બૈજુસના આલ્ફા એકમને વૈશ્વિક ધિરાણકર્તાઓના કન્સોર્ટિયમ પાસેથી 1.2 અબજ ડોલરની લોનનું સંચાનલ કરવા માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું. પેટાકંપનીનો કોઈ ઓપરેટિંગ બિઝનેસ ન હતો, તે મુખ્યત્વે લોનની રકમ માટે હોલ્ડિંગ કંપની તરીકે કામ કરતી હતી. જો કે આરોપ મુજબ, આલ્ફામાંથી 533 અબજ ડોલર મિયામીમાં એક નાના હેજ ફંડ, કેમશાફ્ટ કેપિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને બાદમાં ઈન્સ્પીલર્ન જેવી સંલગ્ન કંપનીઓ દ્વારા ઓફશોર ટ્રસ્ટમાં ફંડ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.










