સોનાના ભાવમાં સતત વધઘટ વચ્ચે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)નો એક આશ્ચર્યજનક રિપોર્ટ સામે આવ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)એ ગુરુવારે જણાવ્યું હતું કે 2026 સુધીમાં સોનાના ભાવ વર્તમાન સ્તરથી 15% થી 30%ની વચ્ચે વધી શકે છે. જો 2025 તરફ નજર કરીએ તો, યુએસ ટેરિફ અને અન્ય ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે સોનાની માંગ ઊંચી રહી. લોકોએ સેફ હેવન તરીકે સોનામાં ભારે રોકાણ કર્યું, જેના કારણે તેની કિંમતમાં 53%નો વધારો થયો.
રિપોર્ટમાં શું દાવો કરાયો છે?
WGCના રિપોર્ટમાં કહેવાયું છે કે "ઘટતી યીલ્ડ, વધેલા જિયોપોલિટિકલ સ્ટ્રેસ અને સલામતી તરફ ઝુકાવનું સંયોજન સોના માટે ખૂબ જ મજબૂત ટેલવિંડ બનાવશે, જે તેને ઉપર જવા માટે મદદ કરશે, આ સ્થિતિમાં 2026માં સોનાના ભાવ વર્તમાન સ્તરથી 15 થી 30 ટકા વધી શકે છે." આ સમયગાળા દરમિયાન, રોકાણ તરીકે સોનાની મજબૂત માંગ રહેશે, ખાસ કરીને ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) દ્વારા તેમાં રોકાણ વધશે. જે જ્વેલરી કે ટેકનોલોજી જેવા માર્કેટની નબળાઈ ઘટાડશે.













