મોટા ભાઈના મૃત્યુ બાદ ગોપીચંદ હિન્દુજાએ જૂથનો હવાલો સંભાળ્યો અને પોતાના નેતૃત્વથી નવી ઊંચાઈએ વેપારને પહોંચાડ્યું હતુ.

લાંબા સમયથી હતા બીમાર

ગોપીચંદ હિન્દુજાએ ઘણા અઠવાડિયા સુધી બીમાર રહ્યા બાદ લંડનની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ હિન્દુજા ગ્રુપના પ્રમુખ હતા. જે એક મુખ્ય આંતરરાષ્ટ્રીય સમૂહ છે. હિન્દુજા ગ્રુપ અનેક વ્યવસાયોમાં ફેલાયેલું છે. આ ગ્રુપ ઓટોમોબાઇલ્સ, બેંકિંગ, રસાયણો, ઊર્જા, મીડિયા અને રિયલ એસ્ટેટ સહિત અનેક વ્યવસાયોમાં પોતાની પકડ ધરાવે છે. હિન્દુજા ગ્રુપનો ભારત અને વૈશ્વિક સ્તરે મજબૂત પ્રભાવ છે.

માત્ર ક્ષણભરમાં લેતા હતા વ્યવસાયિક નિર્ણયો

એક વૈશ્વિક વ્યાપાર સમિટ દરમિયાન, ગોપીચંદ હિન્દુજાએ સ્વીકાર્યું કે, તેઓ ઝડપી વ્યવસાયિક નિર્ણયો લેતા હતા. ખાસ કરીને સવારે જ્યારે તેઓ પાર્કમાં ફરવા જતા હતા. ત્યારે તેમની શૈલી કંઇક અલગ જ રહેતી હતી. સમિટમાં તેમણે વધુમાં કહ્યું હતુ કે, મારા ઘણા નિર્ણયો સેન્ટ જેમ્સ પાર્કમાં ફરતી વખતે લેવામાં આવે છે. અને જ્યારે પણ કોઈ વ્યવસાયી વ્યક્તિ પ્રસ્તાવ લઈને આવે છે. ત્યારે હું તેમને ફરવા આવવા અને કોફી આપવાનું કહું છું.