મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે જેટ ફ્યૂલ નોંધપાત્ર રીતે મોંઘુ થઈ ગયું છે. આ ભારણને ઓછું કરવા માટે એર ઈન્ડિયા ગ્રુપે તેની ફ્લાઈટ્સ પર ફ્યુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. પરિણામે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ્સ માટે ટિકિટ વધુ મોંઘી થશે. આ વધારો એકસાથે લાગુ કરવામાં આવશે નહીં, પરંતુ ત્રણ અલગ-અલગ તબક્કામાં લાગુ કરવામાં આવશે.

હકીકતમાં, મધ્ય પૂર્વ કટોકટીને કારણે ઈંધણના ભાવમાં તીવ્ર વધારો થયો છે. એરલાઈન્સના કુલ ખર્ચમાં ઈંધણનો હિસ્સો આશરે 40% છે. ભારતમાં ATF પર ઊંચી એક્સાઇઝ ડ્યુટી અને VAT એરલાઇન ખર્ચમાં વધુ વધારો કરે છે.

તબક્કો 1: 12 માર્ચથી (નવી બુકિંગ પર લાગુ)

  • ડોમેસ્ટિક ફ્લાઇટ્સ: રૂપિયા 399
  • સાર્ક દેશો માટે: રૂપિયા 399
  • પશ્ચિમ એશિયા / મધ્ય પૂર્વ: 10 ડોલર
  • દક્ષિણ પૂર્વ એશિયા: 40 ડોલરથી વધીને 60 ડોલર
  • આફ્રિકા: 60 ડોલરથી વધારીને 90 ડોલર
  • સિંગાપોર રૂટ: અત્યાર સુધી કોઈ સરચાર્જ નથી, પરંતુ ફેઝ 1થી લાગુ થશે

બીજો તબક્કો: 18 માર્ચથી અમલમાં આવશે

  1. યુરોપ: 100 ડોલરથી વધારીને 125 ડોલર
  2. ઉત્તર અમેરિકા: 150 ડોલરથી વધારીને 200 ડોલર
  3. ઓસ્ટ્રેલિયા: 150 ડોલરથી વધારીને 200 ડોલર

શું હોંગકોંગ, જાપાન અને દક્ષિણ કોરિયાને થશે ફાયદો

હોંગકોંગ, જાપાન અને દક્ષિણ કોરિયા માટે સરચાર્જની જાહેરાત પછીથી કરવામાં આવશે. 12 અને 18 માર્ચ પહેલાં બુક કરાયેલી ટિકિટો પર નવા સરચાર્જ લાગુ થશે નહીં, પરંતુ જો ટિકિટની તારીખ અથવા રૂટ બદલાય છે તો નવા ભાડા અને સરચાર્જ લાગુ થઈ શકે છે.

આ પણ વાંચો : Iran America Conflict: ઈરાનના બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિએ ડોનાલ્ડ ટ્રમ્પને આપી ધમકી, જાણો શું કહ્યુ?