યુક્રેન સાથે રશિયાનું યુદ્ધ લંબાયુ છે જેના કારણે લશ્કરી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.
રશિયા-યુક્રેન યુદ્ધનું ચોથુ વર્ષ
નિયમનકારી ડેટા દર્શાવે છે કે રશિયાએ 2022 અને 2025 વચ્ચે 15 ટ્રિલિયન રુબેલ્સ એટલે કે $150 બિલિયનથી વધુ મૂલ્યનું સોનું અને વિદેશી ચલણ વેચ્યું હતું. બાદમાં 2026ના પ્રથમ બે મહિનામાં વધારાના 3.5 ટ્રિલિયન રુબેલ્સ $35 બિલિયન વેચાયા હતા. ફક્ત જાન્યુઆરીમાં જ રશિયન સેન્ટ્રલ બેંકે 3 લાખ ઔંસ સોનું અને ફેબ્રુઆરીમાં 2 લાખ ઔંસ વેચ્યું હતું. યુક્રેનમાં રશિયાના ચાલી રહેલા યુદ્ધનું આ ચોથું વર્ષ છે.
અર્થતંત્ર પર દબાણ
આ વર્ષે, રશિયાએ તેના સંરક્ષણ બજેટમાં રેકોર્ડ 14.5 ટ્રિલિયન રુબેલ્સ ફાળવ્યા છે. આ કુલ સરકારી ખર્ચના લગભગ 40% છે. ફક્ત કર વસૂલાત આ રકમને આવરી લેવા માટે પૂરતી નથી. 2025માં રશિયાની બજેટ ખાધ 2.6-3.4% સુધી પહોંચવાનો અંદાજ છે. યુક્રેનમાં યુદ્ધને કારણે, ઘણા પશ્ચિમી દેશોએ રશિયાના તેલ અને ગેસ પર પ્રતિબંધો લાદ્યા છે. જે તેના આવકનો મુખ્ય સ્ત્રોત છે. રશિયા આ નુકસાનને પૂર્ણ કરવા માટે તેના સોનાના ભંડારનો ઉપયોગ કરી રહ્યું છે.
રશિયાએ વ્યૂહરચના બદલી
પહેલાં, રશિયાની સેન્ટ્રલ બેંક અને નાણા મંત્રાલય ફક્ત કાગળ પર સોનું ટ્રાન્સફર કરતી હતી, પરંતુ હવે, સોનાના ભંડારમાંથી ભૌતિક સોનાના બાર પાછા ખેંચી લેવામાં આવી રહ્યા છે અને બજારમાં વેચાઈ રહ્યા છે. આ મોટા પાયે વેચાણથી રશિયાના સોનાના ભંડાર ચાર વર્ષના નીચલા સ્તરે 74.3 મિલિયન રુબેલ્સ પહોંચી ગયા છે. આ દર્શાવે છે કે યુદ્ધ ચોથા વર્ષમાં પ્રવેશી રહ્યું હોવાથી અર્થતંત્ર પર કેટલું દબાણ છે.
આ પણ વાંચોઃ ભારતના પાડોશી દેશમાં તાનાશાહીના એંધાણ, રાષ્ટ્રપતિ બનશે Myanmarના જુંટા ચીફ
