અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. 19 સપ્ટેમ્બરે સાઇન કરેલા પ્રોક્લેમેશન મુજબ, હવે દરેક નવા H-1B અરજદારો માટે એમ્પ્લોયર્સે $100,000 (રૂ 88 લાખ) ફી ચૂકવવી પડશે. આ ખાસ કરીને ભારતીય IT પ્રોફેશનલ્સ અને કંપનીઓ માટે પડકારરૂપ છે, કારણ કે 2024-25માં 71% H-1B વિઝા ભારતીયોને મળ્યા હતા. H-1B વિઝા પ્રોગ્રામ 1990થી ચાલે છે અને તે અમેરિકન કંપનીઓને વિદેશી કુશળ કર્મચારીઓ હાયર કરવા દે છે. આ સુધારો 21 સપ્ટેમ્બર, 2025થી લાગુ પડશે અને ટ્રમ્પના America First એજન્ડાનો ભાગ છે, જે અમેરિકન નાગરિકોને નોકરીમાં પ્રાથમિકતા આપે છે.
ભારતીયો પર શું અસર?
H-1B વિઝા ભારતીયો માટે મહત્વનું છે, જેમાં 2024-25માં 72% વિઝા ભારતીયોને મળ્યા. નવી ફીથી એમ્પ્લોયર્સને ખર્ચ વધશે. FY 2026માં રજિસ્ટ્રેશન્સ 27% ઘટી 3.44 લાખ થઈ. નિષ્ણાતો કહે છે કે આથી TCS, Infosysને $1 બિલિયનનું નુકસાન થશે અને 45% ભારતીયો નોકરી ગુમાવી પાછા દેશ પરત જઈ શકે છે. ટ્રમ્પે આ વિઝા કડક કરી, જ્યારે કેટલાક માને છે કે લાભ કેનેડા અને યુરોપને થશે.
મુખ્ય ફેરફારો:
1. $100,000 વન ટાઈમ ફી : નવા અરજદારો અને અમેરિકા વચ્ચે આવતા-જતા H-1B હોલ્ડર્સ માટે લાગુ.
2. એમ્પ્લોયર્સ : (જેમ કે TCS, Infosys) આ ફી ભરશે, જે વિઝા રિન્યુઅલ અને એન્ટ્રીને અસર કરશે.
3. ઇન્ટરવ્યૂ વેવર મર્યાદિત : 18 સપ્ટેમ્બરથી, રિન્યુઅલ માટે મોટાભાગના કેસમાં વિઝા ઇન્ટરવ્યૂ ફરજિયાત. ડ્રોપબોક્સ વિકલ્પ ઘટશે.
4. પ્રોજેક્ટ ફાયરવોલ : વેતન ખોટું હોય તો દંડ, બેક વેતન અને પ્રોગ્રામમાંથી બાકાત. અમેરિકન કામદારોને પ્રાયોરિટી.
5. FY 2026 કેપ અપડેટ : USCISએ માર્ચ 2025માં 339,000 રજિસ્ટ્રેશન્સ પરથી 35-40% સિલેક્ટ કર્યા, જેમાં ફ્રોડ ઘટ્યો પરંતુ સ્પર્ધા તીવ્ર રહી. આ નીતિ "એલિટ" H-1B પ્રોગ્રામ બનાવવાનો પ્રયાસનો દાવો છે, જેમાં ઉચ્ચ વેતનવાળા કામદારોને પ્રાયોરિટી મળશે , જે એન્ટ્રી-લેવલ જોબ્સને અસર કરશે.
6. ભારતીય IT કંપનીઓ પર અસર: ખર્ચ વધશે અને હાઇરિંગ ઘટશે. ભારતીય કંપનીઓ H-1B પર ભારે આધારિત છે. 2024-25માં મળેલા 1.3 લાખ H-1B વિઝામાંથી 71% ભારતીયોને મળ્યા અને 24,766 વિઝા ભારતીય ફર્મ્સને મળ્યા (19%). TCS (5,505), Cognizant (3,700), Infosys (2,004), LTIMindtree (1,807) અને HCL (1,728) પર સૌથી વધુ અસર થશે.
7. ઓનશોરિંગ વધશે : કંપનીઓ અમેરિકામાં વધુ અમેરિકન કામદારો હાયર કરશે, જે ભારતીય ફર્મ્સના US રેવન્યુને અસર કરશે. આ નીતિથી બ્રેઇન ડ્રેઇન રોકાશે, હવે ભારતમાં Google-Microsoft જેવા વિકલ્પો બનાવવાનો સમય. બીજી તરફ, કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે કેનેડા, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વધુ તકો મળશે, જ્યાં વિઝા નીતિઓ વધુ સરળ છે.
USCIS અને Pew Researchના ડેટા અનુસાર:
- કુલ H-1B વિઝા મંજૂરીઓમાંથી 72.3% (લગભગ 2.8 લાખ) ભારતીયોને મળ્યા. આમાં મોટા ભાગના ભારતમાંથી અમેરિકન જોબ્સ (ખાસ કરીને TCS, Infosys, Amazon) માટે આવ્યા હતા.
- FY 2024માં 71% ભારતીય લાભાર્થીઓ (લગભગ 2.8 લાખ મંજૂરીઓ).
- 2020-2023ના સમયગાળામાં કુલ 2,32,974 H-1B મંજૂરીઓ ભારતીયોને મળી, જે કુલના 73.7% છે.
- જો ભારત ધારે તો આજ કર્મચારીઓ થકી તે આવનારા દસકામાં ભારતને વિશ્વના દેશોમાં અગ્રસ્થાન પર લાવી શકે તેમ છે. આ પગલું ભલે અમેરિકાએ તેના હિત માટે લીધું હોય પરંતુ તેનો સૌથી વધુ ફાયદો ભારત ઉઠાવી શકે તેમ છે.
- અમેરિકા ભારતના યુવાધનને આવતા રોકી શકશે પરંતુ તેમની બુદ્ધિને રોકી શકશે નહીં.
- ભારત વિશ્વનું સૌથી મોટું આઈટી (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી) હબ છે, જ્યાં આઈટી ક્ષેત્ર GDPમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
ભારતીય આઈટી ઉદ્યોગમાં નોકરીઓનો વધારો
2025ના આંકડા મુજબ, ભારતમાં આશરે 1,70,000થી વધુ આઈટી કંપનીઓ છે, જેમાં TCS, Infosys ઉપરાંત સ્ટાર્ટઅપ્સ, GCCs અને આઉટસોર્સિંગ ફર્મ્સ શામેલ છે. NASSCOMનાં 3,000થી વધુ મેમ્બર્સ આ સેક્ટરનો મહત્વપૂર્ણ ભાગ છે, જે $280 બિલિયનથી વધુ રેવન્યુ ધરાવે છે. 2024-25માં આ કંપનીઓમાં કુલ 56.74 લાખ કર્મચારીઓ છે, જેમાંથી 5.4 લાખથી વધુ ડાયરેક્ટ IT-BPM કર્મચારીઓ છે અને બાકીના ઇન્ડાયરેક્ટ અને સપોર્ટ રોલ્સમાં છે. 2025માં આ ક્ષેત્રમાં 1.25 લાખ નવી નોકરીઓ ઉમેરાઈ, જે AI, ક્લાઉડ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનથી પ્રેરિત છે.
લાંબા ગાળે ફાયદો છે ભારતનો
ભારત દરેક આફતને અવસરમાં બદલે છે. અમેરિકાની નવી H1B નીતિથી ટૂંકા ગાળામાં અમેરિકા ફાયદો જોઈ શકે, પણ લાંબા ગાળે ફાયદો ભારતને મળશે. 21 સપ્ટેમ્બર 2025થી નવી નીતિ હેઠળ, અમેરિકન IT કંપનીઓને નવા કર્મચારીઓ માટે $100,000 ફી ચૂકવવી પડશે. આ નીતિ ટ્રમ્પના વહીવટી તંત્રની છે, જેનો ઉદ્દેશ અમેરિકા કામદારોને પ્રાથમિકતા આપવો અને નીચા વેતનવાળા વિદેશી કર્મચારીઓ પર નિર્ભરતા ઘટાડી. આ ફેરફારો H1B વિઝા લોટરી, રિન્યુઅલ અને કુટુંબ વિઝા પર અસર કરશે, જેમાં ભારતીયો (71%) સૌથી વધુ પ્રભાવિત થશે. આ નીતિ વિદેશી કર્મચારીઓ માટે અમેરિકા જવા મુશ્કેલ બનાવશે અને ભારત માટે લાભદાયક રહેશે.
મુખ્ય ફાયદા નીચે મુજબ છે:
1. ટેલેન્ટ રિપેટ્રિયેશન: H1B ફી વધવાથી ભારતીય IT વ્યાવસાયિકો અમેરિકામાંથી પરત ફરશે. આ ભારતીય કંપનીઓ (જેમ કે TCS, Infosys) માટે અનુભવી ટેલેન્ટનું પૂલ વધારશે, જે AI, સાયબર સિક્યુરિટી જેવા ક્ષેત્રોમાં નવીનતા લાવશે. NASSCOM અનુસાર, આથી ભારતમાં 20% વધુ જોબ્સ ઉમેરાશે.
આઉટસોર્સિંગમાં વધારો: અમેરિકન કંપનીઓ (જેમ કે Amazon, Microsoft) માટે H1B મોંઘું થવાથી, તેઓ ભારતીય કંપનીઓને વધુ કામ આપશે. ભારત પહેલેથી જ વિશ્વનું 55% IT આઉટસોર્સિંગ હેન્ડલ કરે છે, અને આ નીતિથી તે $300 બિલિયનનું રેવન્યુ 2026 સુધીમાં પહોંચી શકે છે.
ડોમેસ્ટિક ઇકોનોમીને બુસ્ટ: પરત ફરેલા કર્મચારીઓ અહીં સ્ટાર્ટઅપ્સ અને GCCs (1,700+) વધારશે, જે ભારતને AI અને ડિજિટલ હબ બનાવશે. ભારત સરકારે પણ 18,000 ઇલીગલ ઇમિગ્રન્ટ્સને પરત લાવવાની ઓફર આપી છે, જે વેપારી વાતચીતમાં લાભ આપશે.
ઇનોવેશન અને સ્કિલ ડેવલપમેન્ટ: અમેરિકન કંપનીઓ ભારતમાં વધુ R&D સેન્ટર્સ ખોલશે, જેમ કે Relianceનું Jamnagar ડેટા સેન્ટર. આથી ભારતીય યુવાનોને વધુ તક મળશે, અને IT રેવન્યુ 11% વધશે. ટૂંકા ગાળામાં ભારતીય IT ફર્મ્સને અમેરિકન ક્લાયન્ટ્સથી ઓછો બિઝનેસ મળી શકે, પરંતુ લાંબા ગાળે આ ભારતને વધુ સ્વાવલંબી બનાવશે. અમેરિકા ભારતના યુવાધનને આવતા રોકી શકશે પરંતુ તેમની બુદ્ધિને રોકી શકશે નહીં
આ અહેવાલ સંદર્ભે માહિતી ન્યૂ જર્સી સ્થિત વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લ દ્વારા સંદેશ ડિજિટલને આપવામાં આવી છે.













