યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે મેડ્રિડમાં જણાવ્યું હતું કે, એક ફ્રેમવર્ક કરાર થયો છે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત દરમિયાન તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

ટિકટોકને અસ્થાયી રૂપે બંધ હતુ

ટિકટોક વિવાદનું મૂળ એ જ કાયદો છે જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ જો ટિકટોક ચીન આધારિત માલિકી ધરાવતો હોત તો તેને યુએસમાં પ્રતિબંધિત કરવા માટે બંધાયેલો હતો. આ કાયદાને કારણે, 18 જાન્યુઆરીએ યુએસમાં ટિકટોકને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું. જોકે, 20 જાન્યુઆરીએ ટ્રમ્પે ફરીથી પદ સંભાળતાની સાથે જ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેણે પ્રતિબંધ લાગુ કરવાની સમયમર્યાદા 75 દિવસ માટે મુલતવી રાખી.

TikTokથી ટ્રમ્પને ફાયદો

ટ્રમ્પ ઇચ્છતા હતા કે તેમના પ્રથમ કાર્યકાળના અંતે TikTok પર કડક પ્રતિબંધ મૂકવામાં આવે, પરંતુ તે નીતિ લાગુ થઈ શકી નહીં. બાદમાં બિડેને તેને ટેકો આપ્યો અને તેને કાયદામાં રૂપાંતરિત કર્યું. જોકે, 2024ની ચૂંટણી દરમિયાન, ટ્રમ્પનું વલણ બદલાયું અને તેમણે સ્વીકાર્યું કે TikTok થી તેમના ચૂંટણી પ્રચારને ફાયદો થયો. આ કારણોસર, તેમણે બીજી ઇનિંગની શરૂઆતમાં તેના પર નરમ વલણ અપનાવ્યું.

ટ્રમ્પ અને શી જિનપિંગની બેઠક

છેલ્લા ઘણા દિવસોથી, સ્પેનમાં યુએસ અને ચીની પ્રતિનિધિમંડળો વચ્ચે વેપાર અને અન્ય મુદ્દાઓ પર વાતચીત ચાલી રહી હતી. આ સમય દરમિયાન, TikTok અંગે એક કરાર થયો હતો. હવે ટ્રમ્પ અને શી જિનપિંગની બેઠકમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને સંકેત આપ્યો હતો કે એક મોટો કરાર થયો છે. તેમણે લખ્યું, યુરોપમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર બેઠક ખૂબ સારી હતી. તે ટૂંક સમયમાં સમાપ્ત થશે. એક એવી કંપની અંગે પણ એક સોદો થયો છે જેને આપણા દેશના યુવાનો બચાવવા માટે ઉત્સુક હતા.