માર્કો રુબિયોએ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતુ કે, રુબિયોના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે બંને દેશો ઉર્જા સુરક્ષા અને વેપાર પર ચર્ચા કરી રહ્યા છે.

માર્કો રુબિયો અને એસ. જયશંકર વચ્ચે મુલાકાત

યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોએ સંકેત આપ્યો હતો કે, ભવિષ્યમાં વધુ બેઠકો અને વાતચીત થવાની શક્યતા છે. જો કે, માર્કો રુબિયો અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા નિવેદનો વચ્ચે કેટલીક વિસંગતતાઓ છે. માર્કો રુબિયોએ એક દિવસ પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા ત્યારબાદના નિવેદનમાં આનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

દ્વિપક્ષીય સંબંધો મામલે ચર્ચા

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે જણાવ્યું હતું કે, ભારતના સંબંધો યુનાઇટેડ સ્ટેટ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માર્કો રુબિયોએ વેપાર, સંરક્ષણ, ઉર્જા, દવા, મહત્વપૂર્ણ ખનિજો અને દ્વિપક્ષીય સંબંધોને લગતા અન્ય મુદ્દાઓ પર ભારત સરકારના સતત સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, અમે વર્તમાન ચિંતાના અનેક દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને પ્રાથમિકતા ક્ષેત્રોમાં પ્રગતિને આગળ વધારવા માટે સતત સહયોગ પર સંમત થયા હતા.

ભારતની વ્યૂહરચનાનો ભાગ

નિષ્ણાતો કહે છે કે આ પહેલ રશિયા સામેના પ્રતિબંધોને ભારતની ઉર્જા જરૂરિયાતો સાથે સંતુલિત કરવાના અમેરિકાના પ્રયાસનો એક ભાગ છે. આ પગલાને ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરવા માટે સંતુલન જાળવવાની ભારતની વ્યૂહરચનાનો ભાગ તરીકે જોવામાં આવી રહ્યું છે. 

  • Follow us on: