ટેક જાયન્ટ એપલે તેના નેતૃત્વ સ્તરમાં મોટો ફેરફાર કર્યો છે અને ભારતીય મૂળના બિઝનેસ એક્ઝિક્યુટિવ સબીહ ખાનને આગામી ચીફ ઓપરેટિંગ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

કંપની દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ અનુસાર વર્તમાન CEO 62 વર્ષીય જેફ વિલિયમ્સ આ મહિને તેમના પદ પરથી રાજીનામું આપશે. સબીહ ખાનને સીઓઓ પદ પર નિયુક્ત કરવાનો નિર્ણય લાંબા ગાળાના આયોજન પછી લેવામાં આવ્યો છે. જેફ વિલિયમ્સ 2015થી આ પદ પર છે.

કોણ છે સબીહ ખાન?

સબીહ ખાન લાંબા સમયથી એપલ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી રહ્યા છે અને છેલ્લા 30 વર્ષથી કંપની સાથે જોડાયેલા છે. હાલમાં તેઓ ઓપરેશન્સમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પોસ્ટેડ છે. વર્ષોથી સબીહ ખાને કંપનીની વૈશ્વિક સપ્લાય ચેઇનના મેનેજમેન્ટ સાથે ખૂબ નજીકથી કામ કર્યું છે. આ સાથે, તેમણે વિશ્વભરમાં એપલનું પ્રોડ્કશન વધુ સારું અને ડિલિવરી સેવાઓ સુનિશ્ચિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

1995માં એપલની ઓપરેશન્સ ટીમમાં જોડાતા પહેલા, તેમણે GE પ્લાસ્ટિક્સમાં કામ કર્યું, પહેલા એપ્લિકેશન ડેવલપમેન્ટ એન્જિનિયર તરીકે અને પછી મુખ્ય ટેકનિકલ લીડર તરીકે કામ કર્યું હતું. તેમની એન્જિનિયરિંગનું બેકગ્રાઉન્ડ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં કુશળતા એપલની જરૂરિયાતો માટે યોગ્ય હતી, ખાસ કરીને જ્યારે કંપની આંતરરાષ્ટ્રીય બજારોમાં અને વધુને વધુ જટિલ પ્રોડક્શન સિસ્ટમમાં વિકાસ કરી રહી હતી.

મુરાદાબાદ સાથે શું સંબંધ છે?

સબીહ ખાન યુપીના મુરાદાબાદનો છે, જ્યાં તેનો જન્મ વર્ષ 1966માં થયો હતો. સબીહ ખાન મુરાદાબાદના પિત્તળ એક્પોટર અને જાણીતા કારીગર યાર મોહમ્મદ ખાનના પરિવારનો છે. સબીહ ખાને મુરાદાબાદની સેન્ટ મેરી સ્કૂલમાંથી પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પિતા સઈદ યુ ખાન મૂળ રામપુરના હતા અને 1963માં યાર મોહમ્મદ ખાનની પૌત્રી સાથે લગ્ન કર્યા પછી તેમણે મુરાદાબાદથી જ પિત્તળ નિકાસનો બિઝનેસ શરૂ કર્યો. આ પછી સબીહના પિતા સિંગાપોર ગયા અને ત્યાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો.